Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પંચમહાલ/ સંતાનપ્રાપ્તિ માટે ભુવા પાસે વિધિ કરાવવાનું મહિલાને ભારે પડ્યું, ઢોંગી ભુવાએ મહિલા સાથે કર્યું ખોટું કામ

Our Visitor

000111
Total Users : 111
Total views : 210
Who's Online : 1
Views 452

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના એક ગામમાં સંતાનપ્રપ્તી માટે શિક્ષીત દંપતીએ ઢોંગી ભુવાનો શીકાર બનયા
ઢોંગી ભુવાએ વિધી કરવાના નામે મહિલા સાથે કર્યા શારિરીક અડપલા
મહિલાનો પતિ તથા સસરાની સતર્કતાના કારણે ભુવાનો ભાંડો ફુટી ગયો
સમગ્ર બાબતે રાજગઢ પોલીસ સ્ટેશનમાં ઢોંગી ભુવા વિરૂદ્ધ ફરીયાદ નોંધાઈ છે.

હાલ ખાલી કહેવા પૂરતો આધુનિક સમાજ વર્ષોથી ચાલી આવેલી અંધશ્રધ્ધામાંથી બહાર આવ્યો નથી. અનેક વિસ્તારોમાં અંધશ્રધ્ધાના નામે લોકોને છેતરી લેવામાં આવે છે. શિક્ષિત લોકો પણ આ અંધશ્રધ્ધામાંથી પોતાને બહાર લાવી શક્યા નથી. શ્રધ્ધાના નામે ઢોંગી બાવાઓ,ભુવાઓ વગેરે સ્ત્રીઓ સાથે કેટલીએ વાર શારિરીક અડપલા પણ કરી લે છે. આવીજ એક અંધશ્રધ્ધની ઘટના પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના એક ગામમાં બની હતી. સંતાનની પ્રાપ્તિ માટે શિક્ષિત મહિલાએ આધુનિક મેડિકલ સારવારનો વિકલ્પ છોડી વિધિ કરાવા ભુવાનો સંપર્ક કર્યો હતો. જેમાં ભુવાએ વિધીના નામે મહિલા સાથે શારિરીક અડપલા કર્યા હતો. જોકે મહિલાનો પતિ તથા સસરા આવી જતા ભુવાનો ભાંડો ફુટી ગયો હતો. અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. રાજગઢ પોલીસ દ્વારા તાત્કાલિક ભુવાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની વિગતો એવી છે કે, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના એક ગામમાં રહેતા શિક્ષિત દંપતીના લગ્ન થયાના ઘણા વર્ષો વીતી વીતા ગયા હોવા છતા તેઓને સંતાનની પ્રપ્તી થતી ન્હોતી. જેથી તેઓએ સંતાનપ્રાપ્તિ માટે આધુનિક મેડિકલ સુવિધાને છોડી. અંધશ્રધ્ધાનો રસ્તો અપનાયો હતો ભુવો વિધી કરે અને સંતાનપ્રાપ્તી થઈ જાય તેના હેતુથી દંપતીએ ભુવા શનાભાઈ લલ્લુભાઈ રાઠવા (રહે:-ગમીરપુરા ,તાલુકો, ઘોઘંબા જિલ્લો પંચમહાલ)નો સંપર્ક કર્યો હતો.

ભુવો સંતાનપ્રપ્તી માટે વિધી કરવા દંપતીના ઘરે આવી પહોંચ્યો હતો. જ્યાં ભુવાએ મહિલાના પતિ તથા સસરાની હાજરીમાં વિધી કરવાનું નાટક શરૂ કર્યું હતું. અને વિઘી કરતા કરતા મહિલા ઉપર વધુ વિધી કરવાના બહાને ભુવો મહિલાને એકલી દૂર ખેતરમાં લઈ ગયો હતો. ખેતરમાં ભુવાએ પહેલા તો વિધી કરવાનું નાટક શરૂ કર્યું હતું. અને ધીરે ધીરે નાટક કરતા કરતા ભુવાની દાનત બગડી હતી. જેથી તેને મહિલા સાથે શારિરીક અડપલા કરવાનું શરૂ કર્યું હતું. જોકે પતિ અને સસરાની સતર્કતાના કારણે તેઓ મહિલા સુધી આવી પહોંચ્યા હતા. અને ભુવાને શારિરીક અડપલા કરતા રંગેહાથો ઝડપી પાડ્યો હતો.

મહિલાનો પતિ તથા સસરા આવી જતા ભુવો ઉશ્કેરાઈ ગયો હતો. અને તેને અપશબ્દો ભાંડી આ વાત કોઈને નહીં કહેવાની ધમકી આપી હતી. જે બાબતે દંપતીની આ અંદશ્રધ્ધા પરથી આંખ ખુલી હતી. અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશનએ જઈ પહોંચ્યો હતો. રાજગઢ પોલીસ સ્ટેશનમાં ઢોંગી ભુવા વિરૂદ્ધ ફરીયાદ નોંધાઈ હતી જે બાદ પોલીસે ગુનો નોંધી ભુવાની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી શરૂ કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

પંચમહાલ/ સંતાનપ્રાપ્તિ માટે ભુવા પાસે વિધિ કરાવવાનું મહિલાને ભારે પડ્યું, ઢોંગી ભુવાએ મહિલા સાથે કર્યું ખોટું કામ

Related posts

પરીક્ષામાં બેસવા ન દેવાતા 9માં ધોરણની તરૂણીનો આપઘાત, શાળા તરફથી પરીક્ષા ન અપાવવાનું કારણ પણ ચોંકાવનારું ! ઉત્તર પ્રદેશના બરેલી માંથી એક પિતાના હૈયાફાટ રુદનનો વિડિયો હાલ વાઇરલ થઇ રહ્યો છે

Phone: 9998685264.

છોટાઉદેપુરમાં તાંત્રિક વિધિ કરવા માટે સગીરાનું અપહરણ કર્યું, આખી રાત નિર્વસ્ત્ર કરીને બે પગમાં બાંધ્યું નારિયેળ, કુંડાળામાં ઉભી રાખી અને મંત્ર ભૂલી જતા જ.

Phone: 9998685264.

સુરત / કતારગામના વેપારીની વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા! સ્યુસાઈડ નોટમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહ્યું, મારાં પરિવારને ન્યાય અપાવજો! ગુનેગારોને ભારે સજા અપાવજો, મિત્રો દુઃખની ઘડીમાં મારાં પરીવાર સાથે રહેજો

Phone: 9998685264.

Leave a Comment