Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દુઃખદ / ભાજપ પક્ષ માટે આઘાત જનક સમાચાર ઊંજાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલનુ દુઃખદ નિધન, ઝાયડસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 285

રીતેશ પરમાર

ગુજરાત(Gujarat): ઊંઝા(Unza)નાં ભાજપ(BJP)નાં ધારાસભ્ય આશાબેન પટેલ(MLA Ashaben Patel)ની તબિયત લથડતા તેમને અમદાવાદ(Ahmedabad) ખાતે ઝાયડસ હોસ્પિટલ(Zydus Hospital)માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં. કમનસીબે તેઓ બચી શક્યા નથી અને આજે બપોરે આશાબેન પટેલનું નિધન થયું હતું. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે તેમનું નિધન થયાનું ઝાયડસ હોસ્પિટલ દ્વારા જાણવા મળ્યું હતું.

તમને જણાવી દઈએ કે, આજે સવારે જ આશાબેનના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પૂર્વ આરોગ્ય મંત્રી નીતિન પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઝાયડસ હોસ્પિટલ પહોંચી ગયા હતા. ડોકટરો સાથે કરેલી વાતચીતનો હવાલો આપી સી.આર.પાટીલે સ્પષ્ટ કર્યુ છે કે, હાલની સ્થિતિએ આશાબેનના સ્વાસ્થ્યની સ્થિતિ કાબુ બહારની છે.

વર્ષ 2017માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બની ઊંઝા બેઠક પર વિધાનસભા ચૂટણી લડીને જીતેલા આશા પટેલે કોંગ્રેસ છોડીને વર્ષ 2019માં ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસમાં કહેવાતી અવગણનાથી તેઓ ખુબ જ નારાજ હતા. કોંગ્રેસમાં આંતર વિગ્રહ જૂથવાદથી કંટાળીને તેણે કોંગ્રેસને અલવિદા કહ્યું હતું. ત્યારબાદ ભાજપે ઊંઝાથી જ ડો.આશા પટેલને ટીકીટ આપી અને તેઓ ચૂંટાઈ આવ્યા હતા. બાદમાં APMC ઊંઝામાં પણ તેઓએ દબદબો બનાવવામાં માટે સફળતા મેળવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

દુઃખદ / ભાજપ પક્ષ માટે આઘાત જનક સમાચાર ઊંજાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલનુ દુઃખદ નિધન, ઝાયડસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

Related posts

નવસારીમાં PSI ગોસ્વામી ઉપર કુખ્યાત બુટલેગરે રૂપિયાનો વરસાદ કર્યો! મંદિરના લાભાર્થે યોજાયેલા ડાયરાના કાર્યક્રમમાં PSI અને બુટલેગરો સ્ટેજ ઉપર સાથે દેખાયા,વિડીયો થયો વાયરલ

Phone: 9998685264.

હિંમતનગરમાં પીએમ મોદીએ ગજવી સભા, અનામત, ફેક વીડિયો અને રામ મંદિર મુદ્દે કોંગ્રેસને લીધી આડેહાથ

Phone: 9998685264.

રાજ્યમાં હવે કોરોનાકાળ માં રસીકરણ એજ રામબાણ ઈલાજ! રાજ્યમાં સ્કૂલ કોલજમાં રસી કરણ નું મહાઅભિયાન યોજાયું

Phone: 9998685264.

Leave a Comment