Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

તાપી જિલ્લામાં મિઢોંણાં નદી ઉપર નવ નિર્મિત બ્રિજ તૂટવા બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી કસૂરવાર સામે તાત્કાલિક તપાસ કરી પગલાં ભરવા માંગ કરતા કોંગ્રેસના નેતા : દર્શન નાયક

Our Visitor

000110
Total Users : 110
Total views : 209
Who's Online : 0
Views 6553

તાપી જિલ્લામાં મિઢોંણા નદી ઉપર RTO કચેરી ટીચક પુરા થી દેગામ જતા  રસ્તા ઉપર પંચાયતના માર્ગ મકાન વિભાગ દ્વારા આશરે ૨ કરોડ કરતા વધુની કિંમતે બનેલ નવ નિર્મિત ઓવર બ્રિજ અચાનક ટૂટી જવાની ઘટના બનેલ છે. પહેલાંના સમયમાં બનેલ પુલો અને ઓવરબ્રિજ આજે પણ અડીખમ છે પરંતુ,આજના આધુનિક  સમયમાં નવી ટેકનોલોજી હોવા છતાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલ નવ નિર્મિત  પુલ તૂટી જવાની ઘટના ખૂબ જ ગંભીર છે.જે બાબતે નીચે મુજબનાં મુદ્દાની યોગ્ય તપાસ થવી જરૂરી છે,જેથી પુલ તૂટવાના કારણ સુધી પહોંચી શકાય અને જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરી શકાય.

ઓવર બ્રિજનું ટેન્ડર કઈ કઈ શરતે આપવામાં આવેલ હતું?

ઓવર બ્રિજનાં ટેન્ડરમાં દર્શાવેલ શરતોનું પાલન કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહેલ હતું કે કેમ?

ક્યા કયા અધિકારીઓ ની  દેખરેખ હેઠળ  ઓવર બ્રિજનું કામ કાર્યરત હતું?

ઓવર બ્રિજના કામ માં રેતી,સિમેન્ટ,સ્ટીલ,કેમિકલ સહિતની જરૂરી વસ્તુ ગુણવત્તા વાળી હતી કે કેમ?

ઓવર બ્રિજના કામ માં રેતી,સિમેન્ટ,સ્ટીલ,કેમિકલ  સહિતની વસ્તુઓનું લેબ ટેસ્ટ કરાવવામાં આવતું હતું કે કેમ?

ઓવર બ્રિજના કામ માં રેતી,સિમેન્ટ,સ્ટીલ,કેમિકલ સહિતની વસ્તુઓનું લેબ ટેસ્ટ કરાવવામાં આવતું હોય તો કઈ લેબ માં ટેસ્ટ કરાવવામાં આવતું ? તથા લેબ ટેસ્ટના રિપોર્ટ ચેક કરાવવામાં આવે..

ઓવર બ્રિજને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવેલ છે કે કેમ?

કયા અધિકારીએ ફિટનેસ સર્ટીફીકેટ આપેલ હતું?

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બનેલ પુલો અને ઓવર બ્રિજની મજબૂતાઈની  ચકાસણી માટે આદેશ કરવામાં આવેલ હતો ,ત્યારે આ નવનિર્મિત બ્રિજનું ચેકીંગ કરવામાં આવેલ હતું કે કેમ? જો ચેક કરવામાં આવેલ હોય તો કયા અધિકારી દ્વારા ચેક કરવામાં આવેલ હતું?

સુરત અને તાપી જિલ્લાનાં સ્થાનિક આગેવાનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા રોડ,રસ્તા, પુલ અને ઓવરબ્રિજના બાંધકામમાં ખામી બાબતે વહીવટી તંત્રમાં ફરિયાદ કે રજુઆત કરવામાં આવે છે ત્યારે તે રજૂઆતની રાજકીય મુલવળી કરી કોઈ જ પગલાં વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવતા નથી. આવી રજૂઆતને ગંભીરતાથી ન લેવાના કારણે પણ રોડ,રસ્તા, પુલો કે ઓવરબ્રિજ તૂટી જવાની ઘટના બનતી હોય છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી તથા સહકારી ખેડૂત આગેવાન શ્રી દર્શનભાઈ અમૃતલાલ નાયકે ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ કસૂરવારો સામે કડકથી કડક પગલા ભરવા આહવાન કર્યું હતું. તો વધુમાં તેમણે મુખ્યમંત્રી શ્રીને લખ્યું હતું કે, આપ શ્રી તાપી જિલ્લામાં મિઢોંણા નદી ઉપરના ઓવર બ્રિજ ટૂટી જવાની ઘટનાને ગંભીરતાથી લઈ ઉપરોક્ત મુદ્દાની એક તપાસ સમિતિ બનાવી યોગ્ય તપાસ કરાવી જે કોઈ ઓવર બ્રિજ તૂટવાની ઘટના માટે જવાબદાર જણાય તેની સામે લોકહિતમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા જે કોઈ એજન્સી જવાબદાર જણાય તો આવી એજન્સીને બ્લેક લિસ્ટ કરવી જોઈએ અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને એ માટે તકેદારી રાખવી જોઈએ.
                                              

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

તાપી જિલ્લામાં મિઢોંણાં નદી ઉપર નવ નિર્મિત બ્રિજ તૂટવા બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી કસૂરવાર સામે તાત્કાલિક તપાસ કરી પગલાં ભરવા માંગ કરતા કોંગ્રેસના નેતા : દર્શન નાયક

Related posts

શરમજનક કિસ્સો / અમદાવાદની સિવિલમાં દારૂની મહેફિલ, સેનેટરી ઈન્સપેક્ટર સહિત 6 લોકો પકડાયા, દારૂબંધીના લીરેલીરા

Phone: 9998685264.

કોઈપણ નોટિસ આપ્યા વગર 10 લાખ વાહનોને બ્લેક લિસ્ટ કરાયા? સમગ્ર મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત, કસૂરવારો સામે પગલા ભરવામાં આવે : દર્શન નાયક

Phone: 9998685264.

દુઃખદ / ભાજપ પક્ષ માટે આઘાત જનક સમાચાર ઊંજાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલનુ દુઃખદ નિધન, ઝાયડસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

Phone: 9998685264.

Leave a Comment