Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

જામનગર / ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઇડી બનાવી યુવતીઓને બ્લેકમેલ કરતો 63 વર્ષનો વૃદ્ધ પોલીસના સકંજામાં! મિત્રતા કેળવી ન્યુડ ફોટો અને વિડીયો બનાવી સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હતો, મોબાઈલના લોકેશન આધારે કરાઈ ધરપકડ

Our Visitor

000110
Total Users : 110
Total views : 209
Who's Online : 0
Views 3119

આજના યુગમાં ઈન્ટરનેટના ઘણા ફાયદા છે તો એટલા નુકશાન પણ છે. તમારે આ માધ્યમનો કઈ રીતે ઉપયોગ કરવો છે એ તમારી માનસિકતા ઉપર જાય છે. અવારનવાર ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, અને અન્ય એપ્લિકેશનનો દુરપયોગ થઈ રહ્યો છે. જેમાં ખોટી ફેક આઇડી બનાવી લોકો ભોળી અને માસુમ દીકરીઓને ફસાવી તેમના ફોટા અને વિડીયો મંગાવી લઈ ત્યારબાદ જબરદસ્તી તેમની સાથે મિત્રતા કેળવવા અને શારીરિક સબંધો બાંધવા મજબુર કરતાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેમાં ઘણા કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાય છે, તો કેટલાય કિસ્સામાં 17 થી 25 વર્ષની યુવતીયો સમાજમાં અને પરિવારમાં બદનામી ના ડરથી ફરિયાદ કરવાનું ટાળતી હોય તેવા કિસ્સાઓ પણ સાંભળવા મળ્યા છે. આટલા અનેક બનાવો બનવા છતાં આજની નવી પેઢી સીખ લેવાના બદલે ઉલ્ટાનું વધારે શિકાર બનતી નજરે પડી રહી છે. જે ખુબજ ચિંતાનો વિષય બનતું જઈ રહ્યું છે.

જો વાત કરીયે ગુજરાત રાજ્યના જામનગર શહેરની તો અહીંયા પણ એક એવા શાતીર અને ભેજાબાજ વ્યક્તિએ કઈ આવાજ એક કારનામાને અંજામ આપ્યો હતો. જેમાં એક 63 વર્ષીય વૃદ્વધે ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઇડી બનાવીને કેટલીક કોલેજીયન યુવતીઓ અને નાની ઉંમરની છોકરીઓની આઇડી શોધી કાઢીને તેમની સાથે મિત્રતા કરી હતી. આ યુવતીઓને સપનામાંય ખ્યાલ ન હતો કે તેઓ જે વ્યક્તિ સાથે વાત કરી પ્રેમ જાળમાં ફસાયા છે તેની આઇડી ફેક છે. તે કોઈ યુવાન નહિ પણ એક વૃદ્ધ ભેજાબાજ વ્યક્તિ છે. ઇન્સ્ટાગ્રામ ઉપર બોગસ આઇડી ઉપર વિસ્વાસમાં લઈ તેના અંગત ફોટા અને ન્યુડ વિડીયો મંગાવી તેમને બ્લેકમેલ કરવાની જયારે ખબર પડી ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અને ત્યારબાદ એક યુવતીએ જામનગર સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદમાં યુવક અંગત ફોટા વાયરલ કરી મિત્રતા કરવાની ધમકી આપતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ યુવતીની ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં રાખી સાયબર ક્રાઈમ ના મહિલા પોલીસ કોન્સ્ટેબલ પૂજા ધોળકિયાએ સોશ્યલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પાસેથી આરોપીની આઇડીના આધારે માહિતી મંગાવી ISP તથા IPDR નું ટેક્નિકલ એનાલિસિસ કર્યું હતું. ત્યારબાદ બ્લેકમેલ કરનાર વ્યક્તિનું મોબાઈલ નંબર શોધી કાઢીને તેમનો નંબર ટ્રેસ કરી આરોપીને શોધી કાઢવામાં આવ્યો હતો.

હાલ આ સમગ્ર મામલે જામનગર પોલીસવડા પ્રેમસુખ ડેલુના સીધા માર્ગદર્શનમાં આ ગંભીર મુદ્દે સાયબર ક્રાઇમના પીઆઈ પી. પી. ઝા અને પીએસઆઈ એ. આર. રાવલની સૂચનાના આધારે સમગ્ર કેસમાં ખુબજ સારી રીતે એનાલિસિસ કરી આરોપી રસિકલાલ નારણભાઈ વડાલીયા ઉંમર 63 ને ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરી હતી. આરોપી રસિકલાલ નારણભાઈ વડાલીયાની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઇડી બનાવી જામ જોધપુર અને કાલાવડ તાલુકાની છોકરીઓની આઇડી શોધી તેમને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતો હતો. અને ત્યારબાદ છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી છોકરીઓના અશ્લીલ ફોટા અને ન્યુડ વિડિઓ મંગાવી પોતાના મોબાઈલમાં સેવ કરીને રાખતો હતો. જો કોઈ છોકરીઓ તેની સાથે મિત્રતા રાખવાની કે તેની વાત માનવાનો ઈન્કાર કરતી એવી છોકરીઓના અંગત ફોટા કે વિડીયો તેમના પરિવારજનોને મોકલી સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હતો. હાલ જામનગર સાયબર ક્રાઈમ પોલીસે આરોપી સામે બ્લેકમેલ અને છેતરપિંડી અને અન્ય બીજી કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

જામનગર / ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઇડી બનાવી યુવતીઓને બ્લેકમેલ કરતો 63 વર્ષનો વૃદ્ધ પોલીસના સકંજામાં! મિત્રતા કેળવી ન્યુડ ફોટો અને વિડીયો બનાવી સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હતો, મોબાઈલના લોકેશન આધારે કરાઈ ધરપકડ

Related posts

રાજકોટ/ અનુસૂચિત જાતિના યુવાન સાથે કારખાનાના માલીકની દાદાગીરી! પગાર ના આપ્યો અને માર પણ માર્યો, યુવાન વિરૃદ્ધ પડઘરી પોલીસ સ્ટેશનમાં કરી ખોટી ફરિયાદ! પોલીસ અધિક્ષકને કરાઈ રજુઆત

Phone: 9998685264.

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવનું માનવતાવાદી અભિગમ, VVIP લોકોને IPL ની ફાઈનલ મેચ જોવા માટે લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું, પણ એક વિકલાંગ બાળકની મેચ જોવાની ઈચ્છા પુરી કરવા કમિશ્નરે પોતે મદદ કરી, જોર શોરથી થઈ રહી છે પ્રશંસા

Phone: 9998685264.

ડ્રગ્સ કેસ / આર્યન અને શાહરુખ એક બીજાને જોઈ રડી પડ્યા, આર્યને કહ્યું પપ્પા આઈ એમ સોરી, શાહરુખે કહ્યું આઈ ટ્રસ્ટ યુ બેટા

Phone: 9998685264.

Leave a Comment