
જેલના કેદીને ટેલીફોનથી વાત કરવાની સુવિધા આપવા તથા જેલમાં હેરાનગતિ નહી કરવા માટે મંગાયેલી લાંચ (bribe) ના છટકામાં ગોંડલ (Gondal)સબ જેલ (Jail) ના હવાલદારને એસીબી (ACB) દ્વારા ઝડપી લેવાતા બહુ વગોવાયેલી જલસા જેલ ફરી ચર્ચિત બની છે.

રુ.૩,૫૦૦ માંગ્યા
પ્રાપ્ત વિગતો મુજબ બેંક સત્તાધીશો દ્વારા કરાયેલી પોલીસ ફરિયાદ અન્વયે ફરિયાદી ગોંડલની સબજેલમાં હતા ત્યારે તેમની પાસે થી જેલના હવાલદાર જગદીશભાઈ ભીખનભાઇ સોલંકી એ જેલ ના ટેલીફોનમાંથી એક થી વધુ વખત વાત કરવાની સુવિધા આપવા તથા જેલમાં હેરાનગતિ નહી કરવાના બદલામાં અવેજપેટે રુ.૩,૫૦૦ માંગ્યા હતા.એસીબીમાં ફરિયાદ
આ અંગે ફરિયાદીએ એસીબી કચેરીનો સંપર્ક કરી ફરિયાદ કરતા એસીબી ના મદદનીશ નિયામક વી.કે.પંડયા ના માગઁદશઁન હેઠળ પીઆઇ.અજયસિહ ગોહિલ અને સ્ટાફ દ્વારા ગોઠવાયેલા છટકામાં લાંચ લેતી વેળા હવાલદાર જગદીશભાઈ સોલંકી ઝડપાઇ જતા કાર્યવાહી હાથ ધરી હતી.
અગાઉ પણ સબ જેલ વિવાદમાં આવી
થોડા સમય પુર્વે સબ જેલ માથી મોબાઇલ ઝડપાયા હતા.એ પહેલા ગેગસ્ટર નિખિલ દોંગાના જેલ માં સામ્રાજ્યને કારણે સબ જેલ ખાસ્સી ચર્ચિત બનવા પામી હતી.એ સમય ના જેલર પરમાર સામે પણ હપ્તા સહીતની ફરીયાદો ઉઠતા જેલર સામે ગુજસીટોકનો ગુન્હો નોંધાયો હતો. આમ છેલ્લા કેટલાક સમયથી વિવાદીત બનેલી સબ જેલ ના હવાલદાર લાંચ લેતા ઝડપાઇ જતા ચકચાર જાગી છે.





Total Users : 113
Total views : 214
Who's Online : 0