Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાતમાં વધી રહેલા છેડતી, રેપ, અપહરણના ગંભીર ગુનાઓને અટકાવવા સુરત પોલીસ એક્સનમાં! સ્કૂલ, કોલેજ, ટ્યૂશન ક્લાસીસ, તેમજ મહિલા હોસ્પિટલ પાસે કારણ વગર પુરુષોને ઉભા રહેવા પ્રતિબંધ

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 911

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

સુરત પોલીસે જણાવ્યું છે કે, કોઈપણ સમાજ ત્યારે સભ્ય જણાય કે જ્યારે સમાજના તમામ વર્ગ શાંતિ અને નિર્ભયતાથી પોતાનુ જીવન પસાર કરી શકે વિશેષ કરીને મહિલાઓ, કિશોરીઓ, બાળકીઓ પોતાને સુરક્ષિત સમજે અને નિર્ભય થઈને ઘરની બહાર હરી-ફરી શકે તે ખુબ જરૂરી છે. તેમ છતાં કેટલાક અનિષ્ટ તત્વો સ્કૂલ/કોલેજ જતી વિદ્યાર્થિનીઓ, પોતાના કામે એકલી જતી મહિલાઓ-યુવતીઓને અભદ્ર ચેનચાળા, પીછો કરીને, અશ્લીલ શબ્દોના ઉચ્ચારણ કે મહિલાઓ પર હુમલો કરીને પજવતા હોય છે.
અમુક કેસોમા રેપ જેવા ગંભીર બનાવો પણ બને છે. જેથી આવા બનાવોને અટકાવવા તેમજ મહિલા સુરક્ષા વધારવાના હેતુસર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામુ પાડી તા.17મીથી શહેરી વિસ્તારમાં વ્યાજબી કારણ વગર સ્કૂલો/કોલેજો, ટ્યુશન/કલાસ તથા મહિલા હોસ્ટેલ આજુ-બાજુ બેસી રહેતા/ઉભા રહેતા પુરૂષો ઉપર કેટલાંક નિયંત્રણો ફરમાવ્યા છે.

જાહેરનામા અનુસાર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આવેલા સ્કૂલ/કોલેજ/ટ્યુશન કલાસીસ/કોચીંગ ઈન્સ્ટીટ્યુટ તથા મહિલા હોસ્ટેલની આસપાસના 50 મીટર સુધી જાહેરમાર્ગ ઉપર કોઈપણ પુરૂષ પુરૂષોએ વાજબી કારણ વગર વાહન સાથે અથવા વાહન વગર ઉભા રહેવા કે બેસવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. સ્કૂલો/કોલેજો/યુશન/કલાસ તથા મહિલા હોસ્ટેલ ખાતે આવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને મૂકવા આવતા ઓળખપત્ર હોય તેવા જ ઓટો તથા વાન માલિક/ડ્રાઈવરો, વાલીઓ અને વાજબી કામથી આવતા વિદ્યાર્થીઓ કે વાલીઓને મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામુ તા.18 એપ્રિલથી લાગુ થશે,અને 17 જૂન સુધી શહેર વિસ્તારમાં અમલી રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાતમાં વધી રહેલા છેડતી, રેપ, અપહરણના ગંભીર ગુનાઓને અટકાવવા સુરત પોલીસ એક્સનમાં! સ્કૂલ, કોલેજ, ટ્યૂશન ક્લાસીસ, તેમજ મહિલા હોસ્પિટલ પાસે કારણ વગર પુરુષોને ઉભા રહેવા પ્રતિબંધ

Related posts

શુ તમે કોરોનાની કોલર ટ્યુન થી પરેશાન છો, તો લો આવી ગયા તમારા માટે રાહતના સમાચાર, બસ આટલુ કરો કોલર ટ્યુન બંધ

Phone: 9998685264.

સુરત સીટીને સ્વચ્છતાના નામે ભલે એવોર્ડ મળ્યો પણ પડદા પાછળનું સત્ય કંઇ અલગ: જીગ્નેશ મોદી

Phone: 9998685264.

સુરત પોલીસની દરિયાદિલીએ જીત્યા દરેક દિલ- પિતાના આપઘાતથી નોંધારી થયેલી દીકરીના માતા-પિતા બની સરથાણા પોલીસ

Phone: 9998685264.

Leave a Comment