Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાતમાં ટ્રાફીક પોલીસ માસ્ક અને વાહનના દંડ લેવાના ઘણા કિસ્સામાં લોકો સાથે ઘર્ષણમાં ઉતર્યાના ઘણા બનાવો જોયા હશે. પરંતુ અમદાવાદના એક પોલીસકર્મીએ અનોખું કાર્ય કર્યુ, ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર ચાલકોને ચોકલેટ ખવડાવી, જુઓ વિડીયો

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 358

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદ (Ahmedabad) માં પોલીસ ઓફિસરની પ્રસંશનીય કામગીરી સામે આવી છે. અમદાવાદ શહેરમાં એક પોલીસ ઓફિસરે અનોખી પહેલ શરૂ કરી હતી. રસ્તા પર બાઈક અને કાર લઈને જતી વખતે, નિયમોનું પાલન કરનાર લોકોને ચોકલેટ આપીને તેનું અભિવાદન કરતા હતા. માસ્કના દંડ વસુલવાને બદલે માસ્કનું વિતરણ કરતા આ પોલીસ ઓફિસરના જેટલા વખાણ કરો તેટલા ઓછા છે. ખરેખર પોલીસના આવા વ્યવહારથી જનતા પણ ખુબ ખુશ છે.
સોશિયલ મીડિયામાં આ પોલીસ ઓફિસર નો વિડીયો વાયરલ થતા, લોકોએ ખુબ જ વખાણ કર્યા હતા. અને તેમની આ કામગીરી પ્રત્યે, ખુબ જ પ્રશંસા પણ કરી હતી. આ પોલીસ ઓફિસરનું નામ પ્રદીપસિંહ રતનસિંહ વાઘેલા છે. તેઓ ASI તરીકે અમદાવાદ શહેરમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે.

પોલીસકર્મીએ વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા કરી અનોખી પહેલ

હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિયો માં, ASI પ્રદીપસિંહ અમદાવાદના એરપોર્ટ રોડ પર ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન કરતા દરેક લોકોને, ચોકલેટથી મોઢું મીઠું કરાવી અભિવાદન કરી રહ્યા હતા.

જેઓએ, ગાડી ચલાવતી વખતે માસ્ક પહેર્યુ હોય, સાથોસાથ માથે હેલ્મેટ પહેર્યું હોય તેવા લોકોને અભિવાદન પાઠવી ચોકલેટ આપી હતી. સાથોસાથ કાર ચલાવનાર જે લોકોએ સીટબેલ્ટ વ્યવસ્થિત પહેરી હોય તેમને પણ અભિવાદન પાઠવી ચોકલેટો વહેંચી હતી. પ્રદિપસિંહની આ અનોખી પહેલના ગુજરાતમાં ચારેતરફ વખાણ થઇ રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાતમાં ટ્રાફીક પોલીસ માસ્ક અને વાહનના દંડ લેવાના ઘણા કિસ્સામાં લોકો સાથે ઘર્ષણમાં ઉતર્યાના ઘણા બનાવો જોયા હશે. પરંતુ અમદાવાદના એક પોલીસકર્મીએ અનોખું કાર્ય કર્યુ, ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર ચાલકોને ચોકલેટ ખવડાવી, જુઓ વિડીયો

Related posts

ડ્રગ્સ કેસમાં કોર્ટમાં જામીન ના મળ્યા તો આર્યન ખાને કર્યા ભગવાનને યાદ, જેલમાંથી બહાર આવવા જેલમાં થનારી આરતીમાં આર્યન રોજ લેછે ભાગ

Phone: 9998685264.

સરદારનગરમાં ક્રાઈમબ્રાન્ચની દારૂના અડ્ડા પર રેડ! પોલીસની મીલીભગત થી ચાલતી દારૂની હાટડી ઉપર થી 625 લિટર દેશી દારૂ અને 3800 લિટર વોશ ઝડપાયો, 3 ની ધરપકડ

Phone: 9998685264.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં વધતી પેટ્રોલ -ડીઝલની કિંમતો મામલે સરકારને આડે હાથ લીધી, કહ્યું સરકાર દેશની જનતા સાથે અપમાનજનક મજાક કરી રહી છે

Phone: 9998685264.

Leave a Comment