Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગીર સોમનાથ / સુત્રાપાડામાં ACB નો સપાટો, મંડળીનું બિલ પાસ કરાવવા 5000 ની લાંચ લેતા તાલુકા વિકાસ અધિકારીને ઝડપી પાડ્યો

Our Visitor

000111
Total Users : 111
Total views : 210
Who's Online : 1
Views 322

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના ટીડીઓ રૂ.5000ની લાંચ લેતા ઝડપાયો છે. તાલુકા વિકાસ અધિકારી અમૃત પરમારે મંડળીનું બિલ પાસ કરવા લાંચ માંગી હતી. જે બાદ ACBએ સફળ ટ્રેપ કરી છે.

પ્રાપ્‍ત વિગતોનુસાર સુત્રાપાડામાં છેલ્‍લા એક વર્ષથી તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા અધિકારી અમૃત પરમારે તાલુકાની લોઢવા ગ્રામ પંચાયતમાં કામ કરનાર પીપળવા સહકારી મંડળીના સંચાલક પાસે રૂ.5 લાખના કરેલા કામનું બિલ પાસ કરવા માટે રૂ.50 હજારની લાંચ માંગી હતી.
જેને લઇ મંડળીના સંચાલકે એસીબીને ફરિયાદ કરી હતી.

જે માહિતીની ખરાઇ કર્યા બાદ તેના આઘારે જિલ્‍લા એસીબીના સ્‍ટાફે છટકુ ગોઠવ્‍યુ હતુ. જે મુજબ આજે બપોરના સમયે કચેરીમાં પીપળવા સહકારી મંડળીનો પ્રતિનિધિ માંગેલી લાંચની રકમ પેટે રૂ.5 હજાર આપવા તાલુકા કચેરીએ ગયો હતો. જયાં તે ટીડીઓ અમૃત પરમારને લાંચની રકમ આપી ત્‍યારે જ એસીબીના સ્‍ટાફે પહોંચી જઇ અધિકારીને લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધો હતો. જેના પગલે કચેરીમાં ખળભળાટ મચી ગયો છે. હાલ આ મામલે એસીબીએ નિવેદન નોંધવા અને સર્ચની કામગીરી હાથ ઘરી હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનિય છે કે, ગુજરાતના ઉચ્ચ સરકારી અધિકારીઓમાં જાણે કે લાંચ લેવાની મોસમ પૂરબહારમાં ખીલી હોય તેવી રીતે ગઈકાલે પંચમહાલ જિલ્લાના સહેરા ગામે રૂા.4.45 લાખની લાંચ લેતાં મહિલા ટીડીઓ સહિત ચાર લોકો ઝડપાયા બાદ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયા રૂા.3 લાખની લાંચ લેતાં રંગેહાથ પકડાઈ ગયા હતા. ત્યારે આજે સુત્રાપાડાના ટીડીઓ પણ લાંચ લેતા પકડાતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગીર સોમનાથ / સુત્રાપાડામાં ACB નો સપાટો, મંડળીનું બિલ પાસ કરાવવા 5000 ની લાંચ લેતા તાલુકા વિકાસ અધિકારીને ઝડપી પાડ્યો

Related posts

એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતી દારૂની ભઠ્ઠીઓ પર પીસીબી ની રેડ! મહિલા બુટલેગર અને તેનો પુત્ર ફરાર, અખાદ્ય ગોળ અને 9700 લિટર દારૂ બનાવવાના વોશનું નાશ કરાયું, સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ?

Phone: 9998685264.

અરે આ શુ છે ભાઈ લુખ્ખાઓના હાથની કઠપૂતળી બનતું જઈ રહ્યુ છે સુરત! સુરતમાં લુખ્ખા તત્વોની ભાઈગીરી વધી….ખુલ્લી તલવારો લઈને રસ્તા નીકળી પડ્યા, જુઓ વિડીયો

Phone: 9998685264.

ભરૂચ / પોલીસકર્મીઓ દ્વારા મુદ્દામાલ તરીકે જપ્ત કરેલા 25 લાખ ચોરી કરવાનાં મામલે સજાનો હુકમ! બે પોલીસકર્મીઓને થઈ 13 વર્ષની સજા

Phone: 9998685264.

Leave a Comment