Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગાંધીનગર LCBએ દેશી દારુ સહિત રૂ. 2.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, અમદાવાદના કૃષ્ણનગરના 2 બુટલેગર ઝડપાયા, 3 ફરાર

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 2886

પ્રાંતિજથી અમદાવાદમાં દેશી દારૂની હેરાફેરી કરતા 2 વાહનો ગાંધીનગર LCB પોલીસે ઝડપી પાડયા છે. આ ગુનામાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે, જ્યારે અન્ય 3 ફરાર આરોપીની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીનગર LCBને બાતમી મળી હતી કે, અમદાવાદના ઠક્કરબાપનગર વિસ્તારમાં આવેલી કેવડાની ચાલીમાં રહેતા બુટલેગર રઘુનાથસિંહ રાઠોડે પ્રાંતિજના મવાણી મુવાડીના સજ્જનસિંહ ઝાલા પાસેથી વેચાણ માટે દેશી દારૂ મંગાવ્યો છે.

જેને લેવા માટે રઘુનાથે પોતાના સાગરિત રાહુલ લાલુરામ મીણા અને શનિભાઈને માવાની મુવાડી મોકલ્યા હતા. આ બન્ને અલગ-અલગ વાહનોમાં દેશી દારુ ભરીને અમદાવાદ આવી રહ્યાં છે.

આ બાતમીના આધારે ગાંધીનગર પોલીસે ચંદ્રાલા બ્રિજ નીચે વાહનોનો ચેકિંગ હાથ ધર્યું હતુ. આ દરમિયાન ટોયાટા કારમાંથી 850 લીટર દેશી દારુ (જેની અંદાજિત કિંમત 17000) તેમજ રિટ્ઝ કારમાંથી 510 લીટર દેશી દારુ ( અંદાજિત કિંમત 10,200) ઉપરાંત બે વાહનો મળીને કુલ 2,87,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

હાલ તો પોલીસે આ ગુનામાં ઠક્કરબાપાનગરમાં રહેતા રાહુલ મીણા અને સત્યપાલસિંહ તોમરની અટકાયત કરી છે. જ્યારે મુખ્ય બુટલેગર રઘુનાથસિંહ રાઠોડ, શનિભાઈ અને લાલો ઉર્ફે સજ્જનસિંહ ઝાલા ફરાર છે.

Happy
Happy
80 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
20 %

ગાંધીનગર LCBએ દેશી દારુ સહિત રૂ. 2.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, અમદાવાદના કૃષ્ણનગરના 2 બુટલેગર ઝડપાયા, 3 ફરાર

Related posts

વડોદરા / કારેલીબાગ વિસ્તારમાંથી ચોરી થયેલ 21 મોબાઈલના ગુનાના ભેદ ઉકેલાયા, કારેલીબાગ પોલીસે મોબાઈલનો કબ્જો મેળવી મૂળ માલિકને પરત કર્યા, પોલીસની કાર્યવાહીના લીધે ફરિયાદીઓ ના ચહેરા ઉપર સ્મિત દેખાયો જુઓ વિડીયો

Phone: 9998685264.

આખરે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને આસામ કોર્ટમાંથી મળ્યા જામીન, વડા પ્રધાન મોદી વિરૃદ્ધ ટ્વિટ મામલે થઈ હતી ધરપકડ! ત્યારબાદ આસામના મહિલા પોલીસ સાથે હાથાપાઈના આરોપમાં થઈ હતી જેલ

Phone: 9998685264.

સુરતમાં ચીટર ભેજાબાજોએ ખેલ પાડ્યો,48 લાખના અસલી હીરા ખરીદી વેપારીને નકલી હીરા પધરાવ્યા, એક ઝડપાયો

Phone: 9998685264.

Leave a Comment