Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગરીબોના આશિયાના ઉપર બુલડોઝર ફેરવાયું, AMC એ ઝુંપડા પર બુલડોઝર ફેરવતા લોકો ધ્રુસકે ધ્રુસકે રડ્યા, મહાનગરપાલિકાની ટીમ ઉપર પથ્થરમારો કરાયો,

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 337

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે ક્યાંક માવઠું પણ જોવા મળી રહ્યું છે. ત્યારે ઠંડી અને વરસાદના વાતાવરણ વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગરીબ લોકોના મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગરીબ લોકોના ઘર તોડી પાડવામાં આવતા ગરીબ લોકોએ રોષે ભરાઈને પાલિકા અને પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને પથ્થરમારો કરી રહેલા લોકોની અટકાયત કરવામાં આવી હતી.
ઠંડીના વાતાવરણ વચ્ચે બેઘર બનેલા ગરીબ લોકોની આંખોમાંથી આંસુ પણ જોવા મળ્યા હતા. એક મહિલા તો તેની છ મહિનાની બાળકીને કાંખમાં લઇને ઉભેલી જોવા મળી હતી.

રિપોર્ટ અનુસાર, અમદાવાદના જૂના વાડજ વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ડિમોલીશનની કામગીરી કરવામાં આવી હતી. વાડજ BRTS બસ સ્ટેશન સામે આવેલી ઝૂંપડાપટ્ટીમાં ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્રની કાર્યવાહી કરવાના કારણે આ ઝૂંપડાપટ્ટીમાં રહેતા 200 જેટલા લોકોએ ઘરવિહોણું થવું પડ્યું હતું. ઝૂંપડાપટ્ટીમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે, તેમને તંત્ર દ્વારા TP 44 આવાસ યોજનામાં મકાનની ફાળવણી કરવામાં આવી છે. પણ ત્યાં પાણી આવતું ન હોવાના કારણે તેમણે ફરીથી આ મકાનમાં રહેવા આવવું પડ્યું છે. પણ હવે ઝૂંપડાઓ પણ તોડી નંખાતા તેમણે રોડ પર રહેવાનો વારો આવ્યો છે.

જે સમયે પોલીસ અધિકારીઓના બંદોબસ્ત સાથે મનપાની એસ્ટેટ વિભાગની ટીમ આ કામગીરી કરી રહી હતી તે સમયે જ કેટલાક સ્થાનિક લોકો દ્વારા રોષે ભરાઈને પોલીસ અને પાલિકાના અધિકારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોના વિરોધને લઇને પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પથ્થરમારો કરી રહેલા 5 લોકોની અટકાયત પણ કરી હતી. જે સમયે આ ડિમોલીશનની કામગીરી ચાલી રહી હતી તે સમયે એક મહિલા તેના છ મહિનાના બાળકની સાથે તૂટેલા મકાનની સામે ઊભી રહીને તેના મકાનને જોઈ રહી હતી. સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તંત્ર દ્વારા 50 જેટલા મકાનોનું ડિમોલીશન કરવામાં આવ્યું છે. આ ઝૂંપડાપટ્ટીમાં રહેતા 100 લોકોને જ ડોક્યુમેન્ટના આધારે મકાનની ફાળવણી કરવામાં આવી છે.

એક મહિલાએ જણાવ્યું હતું કે, અમને તંત્ર દ્વારા TP 44માં મકાન આપવામાં આવ્યું છે. પણ ત્યાં પાણી આવતું નથી. એટલે અમારે ફરીથી અહીં રહેવા આવવું પડ્યું. પણ હવે તંત્રએ અમારું આ મકાન તોડી નાંખ્યું એટલે ફરીથી અમે રસ્તા પર આવી ગયા. અત્યારે અમારે ક્યાં રહેવા જવું. અમારે રોડ પર રહેવાનો વારો આવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગરીબોના આશિયાના ઉપર બુલડોઝર ફેરવાયું, AMC એ ઝુંપડા પર બુલડોઝર ફેરવતા લોકો ધ્રુસકે ધ્રુસકે રડ્યા, મહાનગરપાલિકાની ટીમ ઉપર પથ્થરમારો કરાયો,

Related posts

દિવાળીના તહેવારમાં નાગરિકોની સુરક્ષા માટે અમદાવાદ ઝોન 6 પોલીસ સતર્ક!વાહન ચેકીંગ, ભીડભાડ વાળી જગ્યાએ અને ફુટ પેટ્રોલિંગ કરી નાગરીકોને લૂંટારી ઈરાની ગેંગની મોડસ ઓપરેન્ડીથી અવગત કર્યા

Phone: 9998685264.

સુરત / સાયણ વિસ્તારને સુવિધાઓના મુદ્દે રાજકીય કિન્નાખોરી ક્યાં સુધી?
ધારાસભ્ય અને સાંસદ બંને સરકારમાં મંત્રીપદ શોભાવતા હોવા છતાં નાગરિકોને હાડમારી વેઠવાનો વારો.
સુવિધાઓ નહીં અપાય તો સરકારી કચેરીએ ઢોલ વગાડી તંત્રને ઢંઢોળવા નો કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે કાર્યક્રમ: દર્શન નાયક: નેતા કોંગ્રેસ

Phone: 9998685264.

રાજકોટના નામચીન જ્વેલર્સ TBZ સાથે છેતરપિંડી કરવાનું મહિલાને ભારે પડ્યું! શોરૂમ ના કર્મચારીને ઘરમાં કેદ કરી દોઢ કરોડના દાગીના લઈને ફરાર, પોલીસે ગણતરીની કલાકોમાં મહિલાને મુદ્દામાલ સહીત ઝડપી પાડી

Phone: 9998685264.

Leave a Comment