Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ખેડા પોલીસને દારૂ પાર્ટી ચાલતી હોવાની બાતમી મળતા રેડ કરી, દારૂની મહેફિલ માણતા કોંગ્રેસના પૂર્વ MLA સહીત 7 ની અટકાયત,

Our Visitor

000111
Total Users : 111
Total views : 210
Who's Online : 1
Views 258

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

મહેમદાવાદના પૂર્વ MLA ગૌતમ ચૌહાણ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. તેમની સાથે ખેડા પોલીસે અન્ય સાત લોકોની પણ અટકાયત કરી છે. ખેડાના કટકપુર ભાટિયા લાટમાં દારૂની મહેફિલ ચાલતી હતી, જ્યાં પોલીસે દરોડા પાડ્યા હતા.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ખેડા ટાઉન પોલીસને ખાનગી રાહે બાતમીના આધારે દારૂની મહેફિલ ઝડપી પાડી હતી. જેમાં ખેડા પોલીસની રેડ દરમિયાન દારૂની મહેફીલ માણતા 8 લોકો ઝડપાયા હતાં.

ત્યારબાદ ખેડા પોલીસ દ્વારા મહેફીલમાં ઝડપાયેલ વ્યક્તિઓની અટકાયત કરીને ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. આ આઠમાંથી એક મહેમદવાદ તાલુકાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચોહાણ હોવાનું સામે આવ્યું હતું.

મહેમદાવાદના જાણીતા ડોકટર ડૉ. નૈષધ ભાનુપ્રસાદ ભટ્ટ પણ દારૂની મહેફીલમાં હાજર હતા. આ સમગ્ર મહેફિલ મહેમદાવાદ તાલુકાના કતકપુર પાટિયા પાસે ગોડાઉનની બહાર ચાલી રહી હતી. તે દરમિયાન ખેડા ટાઉન પોલીસે રેડ કરી હતી. હાલ તમામ આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે ખેડા જનરલ હોસ્પિલમાં લઈ જવામાં આવ્યા છે.

પૂર્વ ધારાસભ્યનો ખુલાસો

આ સમગ્ર મામલા સંદર્ભે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણનો મીડિયાને જણાવ્યું કે, ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ચૂંટણી યોજાવાની હોવાથી તેઓ તેમના કાર્યકરોને મળવા માટે ગયા હતા અને પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે મને રાજકારણનો ભોગ બનાવવામાં આવી રહ્યો છે. મારી સાથે રાજકીય કાવતરું કરવામાં આવ્યું છે. પોલીસ મારા મેડિકલ ટેસ્ટ કરી કરાવી શકે છે. અત્યારે હાલ મારો ટેસ્ટ કરાવવામાં આવે, મેં કોઈ પણ પ્રકારનો દારૂ પીધેલ નથી. આ મને બદનામ કરવાનું કાવતરું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ખેડા પોલીસને દારૂ પાર્ટી ચાલતી હોવાની બાતમી મળતા રેડ કરી, દારૂની મહેફિલ માણતા કોંગ્રેસના પૂર્વ MLA સહીત 7 ની અટકાયત,

Related posts

સુરત / સચિન GIDC માં આવેલી અનુપમ કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગતા 4 કામદારોના મોત! દુર્ઘટના માટે કોણ છે જવાબદાર?
ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત ફરિયાદ કરી યોગ્ય તપાસની માંગણી કરતા કોંગ્રેસના નેતા: દર્શન નાયક

Phone: 9998685264.

અમરેલી /ચલાલામાં ઘર કંકાસથી કંટાળી માતાએ પોતાની બે માસુમ બાળકીઓ સાથે અગ્નિસ્નાન કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ, 3 ના કરુણ મોત

Phone: 9998685264.

જૂનાગઢ પોલીસ બેડામાં છવાયો માતમ- ચીકુની વાડીમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો કોન્સ્ટેબલનો મૃતદેહ

Phone: 9998685264.

Leave a Comment