Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં વધતી પેટ્રોલ -ડીઝલની કિંમતો મામલે સરકારને આડે હાથ લીધી, કહ્યું સરકાર દેશની જનતા સાથે અપમાનજનક મજાક કરી રહી છે

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 322

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે કેન્દ્ર સરકાર દેશની જનતા સાથે અપમાનજનક મજાક રમી રહી છે.

રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં ગ્રાફિક્સ દ્વારા બતાવ્યું કે જે લોકો કરોડપતિ છે તેઓ દેશમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરી શકે છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર આપણી જનતા સાથે ઘૃણાસ્પદ મજાક કરી રહી છે. જે લોકો કરોડપતિ છે તેઓ જ દેશમાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ કરી શકે છે.’ જણાવી દઈએ કે ઈન્ડિયન ઑઈલ કૉર્પોરેશનના અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલ અને ડીઝલના દરો 35 પૈસા વધીને ક્રમશઃ 106.54 રૂપિયા અને 95.27 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે.

આજે આર્થિક નગરી મુંબઈમાં પેટ્રોલની કિંમત 112.44 રૂપિયા અને ડીઝલની કિંમત 103.26 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં પેટ્રોલના ભાવ 103 રૂપિયા પ્રતિ લીટરના આંકડાને પાર કરી ગયા છે અને હાલમાં 103.26 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે, ડીઝલની કિંમત 99.59 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 107.12 રૂપિયા અને ડીઝલની કિંમત 98.38 રૂપિયા છે.

તમને જણાવી દઈએ કે, દેશના મોટાભાગના વિસ્તારોમાં પેટ્રોલની કિંમત પહેલાથી જ 100 રૂપિયા પ્રતિ લિટરથી ઉપર પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલના ભાવ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગણા, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગ, બિહાર, કેરળ, કર્ણાટક, ઝારખંડ, ગોવા અને લદ્દાખ સહિત એક ડઝનથી વધુ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 100 રૂપિયા પ્રતિ લિટરના સ્તરને પાર કરી ગયા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં વધતી પેટ્રોલ -ડીઝલની કિંમતો મામલે સરકારને આડે હાથ લીધી, કહ્યું સરકાર દેશની જનતા સાથે અપમાનજનક મજાક કરી રહી છે

Related posts

સુરતમાં ફરી એક વખત લુખ્ખા તત્વોનો આતંક! સોસાયટીમાં ઉભેલા એક વ્યક્તિ ઉપર ધારદાર વસ્તુથી જીવલેણ હુમલો, હત્યાં કરવાનો હતો પ્રયાસ, પોલીસે તપાસ હાથ ધરી, જુઓ વિડીયો

Phone: 9998685264.

રાજકોટમાં વધુ એક વિડીયો વાયરલ! કરો આ ભાઈનું જે કરવું હોય, વિડીયોમાં કહી રહ્યો છે, ભાઈ હું દારૂ પીવું છું, વેચું છું, અને પોલીસને હપ્તો પણ આપું છું

Phone: 9998685264.

લવ મેરેજમાં માતાપિતાની સંમતિ જરૂરી કરવાનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પ્રસ્તાવને અમદાવાદના “સેવા પરમો ધર્મ” અને અખિલ ભારતીય હિન્દૂ મહાસભા સંગઠનનો સમર્થન, કહ્યું રાજ્ય સરકાર જલ્દી આ કાયદો બનાવે, મુખ્યમંત્રીને આવેદન પત્ર પણ આપવામાં આવશે

Phone: 9998685264.

Leave a Comment