Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

કારની હેલોજન લાઈટ બની જીવલેણ! બાઈક સવારની આંખો ઉપર તીવ્ર રોશની પડતા ઝાડ સાથે ટકરાયો, દર્દનાક મોત

કારની હેલોજન લાઈટ બની જીવલેણ! બાઈક સવારની આંખો ઉપર તીવ્ર રોશની પડતા ઝાડ સાથે ટકરાયો, દર્દનાક મોત

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 6368

કારની હેલોજન લાઈટ બની જીવલેણ! બાઈક સવારની આંખો ઉપર તીવ્ર રોશની પડતા ઝાડ સાથે ટકરાયો, દર્દનાક મોત

અહેવાલ – જ્યોતિ પટેલ (સિનિયર જર્નાલિસ્ટ )

અમદાવાદમાં બેફામ બનેલા કાર ચાલકોના કારણે અસંખ્ય નિર્દોષ નાગરીકોના મોત નીપજતાં હોવા છતા ટ્રાફિક પોલીસ સબ સલામતીના દાવા કરી રહી છે.અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારના સોલા ગામ રોડ પર બનેલી કમકમાટીભરી દુર્ઘટનામાં નિર્દોષ બાઈક ચાલકનું દર્દનાક મોત નીપજ્યું હતું.સોલા ભાગવત વિદ્યાપીઠ પાસેના સુદર્શન સ્ટેટસમાં રહેતા ઈન્દ્રવદન વ્યાસ બાઈક લઈને સોલા ગામ રોડ પરથી પસાર થતા હતા.જે સમયે સામેની બાજુએથી બેફામ ઝડપે આવેલા અજાણી કારના ચાલકે કારની હેલોજન લાઈટ ચાલુ કરી હતી.અત્યંત તેજ જગારા મારતી કારની તિવ્ર હેલોજન લાઈટના કારણે ઈન્દ્રવદન વ્યાસની આંખો અંજાઈ ગઈ હતી.ઈન્દ્રવદન વ્યાસની આંખોમાં અંધારું છવાઈ ગયું હતું.જેના કારણે ઈન્દ્રવદન વ્યાસનું બાઈક રોડ પાસેના ઝાડના થડ સાથે ટકરાયું હતું.બાઈક ઝાડના થડ સાથે ટકરાતાં ઈન્દ્રવદવ વ્યાસના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.જે સમયે અન્ય એક કાર ચાલકે ઈજાગ્રસ્ત ઈન્દ્રવદન વ્યાસને સારવાર માટે ખસેડ્યા હતા.કમનસીબે ઈન્દ્રવદન વ્યાસનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માતનો લાઈવ વિડિયો

કમનસીબ દુર્ઘટનામાં મ્રુત્યું પામેલા ઈન્દ્રવદન વ્યાસના નાના ભાઈ ધર્મેશ વ્યાસ તુરત જ અમેરીકાથી અમદાવાદ દોડી આવ્યા હતા.જેમણે રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે અમદાવાદમાં કાર ચાલકો બેફામ બન્યા છે જેના કારણે નિર્દોષ રાહદારીઓ કે નાના વાહન ચાલકો જીવલેણ અકસ્માતોનો ભોગ બની રહ્યા છે.ચોંકાવનારી બાબત એ છે કે કારની હેડલાઈટ સાથે કેટલાક કાર ચાલકો અત્યંત તિવ્ર હેલોજન લાઈટ લગાવી બેફામ રીતે માર્ગો પર કાર દોડાવી રહ્યા છે.જીવલેણ સાબીત થઈ રહેલી હેલોજન લાઈટ કારમાંથી દુર કરાવવાને બદલે ટ્રાફિક પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી.ખરેખર તો હેલોજન લાઈટ પર પ્રતિબંધ મુકી ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે સખ્ત કાર્યવાહી કરવી જોઈએ અને તે પ્રજાહીત માટે જરૂરી છે.

Happy
Happy
50 %
Sad
Sad
50 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

કારની હેલોજન લાઈટ બની જીવલેણ! બાઈક સવારની આંખો ઉપર તીવ્ર રોશની પડતા ઝાડ સાથે ટકરાયો, દર્દનાક મોત

Related posts

રાજસ્થાન/ સિરોહીમાં એક ગર્ભવતી મહિલાની રહસ્યમય રીતે હત્યાં! મૃતક મહિલા ગુજરાતી હોવાનું રાજસ્થાન પોલીસને શંકા, હત્યાં પાછળ અનૈતિક સંબંધો કારણભૂત હોવાની શંકા-કુશંકા!

બોટાદ / ગઢડા-ગઢાળી રોડની વાડીમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો! બુટલેગરો કટિંગ કરતા હતા તે દરમ્યાન જ પોલીસની રેડ, 20.58 લાખનો વિદેશી દારૂ -બિયરનો જથ્થો પકડાયો

Phone: 9998685264.

PCRA સંસ્થાના નેજા હેઠળ ચિલોડા આંગણવાડી ખાતે ગ્રામીણ મહિલાઓ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યો! રાંધણ ગેસ, વીજળી, પેટ્રોલ, અને ડીઝલનો યોગ્ય રીતે વપરાશ કેવી રીતે કરવો તેની સમજણ અને ડોકયુમેન્ટ્રી ફિલ્મ બતાવવામાં આવી

Phone: 9998685264.

Leave a Comment