Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

કાંકરિયા કાર્નિવલ માટે અમદાવાદ પોલીસ કમિશ્નર જી એસ મલિકે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો! કાંકરિયા કાર્નિવલમાં અભૂતપૂર્વ પોલીસ બંદોબસ્ત, પોલીસ પરવાનગી વગર ચકલું પણ નહી ફરકે

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 4714

અમદાવાદ – 24 ડિસેમ્બર

અમદાવાદ શહેરના કાંકરિયા તળાવ ખાતે હર વર્ષની જેમ આ વખતે પણ કાંકરિયા કાર્નિવલ ભવ્ય રીતે ઉજવાય તે માટે પોલીસ કમિશ્નર શ્રી જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, સંયુક્ત પોલીસ કમિશ્નર, સેક્ટર 02 શ્રી બ્રજેશ ઝા, ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશ્નર શ્રી ચિરાગ કોરડિયા તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી રવિ મોહન સૈની દ્વારા પોલીસ વિભાગના બંદોબસ્ત અને સુચારૂ કાયદો વ્યવસ્થા બાબતે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

શહેરના કાંકરિયા તળાવ ખાતે ૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી યોજાનાર કાંકરિયા કાર્નિવલમાં પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવશે. કાંકરિયામાં સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા માટે લાખો લોકો આવતા હોય છે. જેથી તેમની સુરક્ષા માટે 1500 થી વધુ પોલીસને ખડકી દેવામા આવી છે. જેમાં મહિલાઓની છેડતી કે અશ્લીલ ચેનચાળાનો બનાવ ના બને તે માટે મહિલા પોલીસનો પણ બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવશે. આ ઉપરાંત એન્ટી રોમિયો ટીમો પણ બંદોબસ્તમાં ગોઠવી દેવામા આવી છે.
કાંકરિયા કાર્નિવલમાં અમદાવાદીઓને પુરી સુરક્ષા આપવા માટે અમદાવાદ શહેર પોલીસ સજ્જ થઇ ચુકી છે અને પોલીસ નો એકસન પ્લાન તૈયાર થઇ ચુક્યો છે.

તો આવો જાણીએ આ એક્શન પ્લાન શું છે.

જો કોઇ દારૂ પીને કે નશાની હાલતમાં પ્રવેશતો જોવા મળે તો બ્રેથ એનેલાઇઝર સાથે પોલીસની ટીમ તેનાત રહેશે. પોલીસ સુરક્ષામાં કોઇ કચાશ ના રહી જાય તે માટે ઘોડેશ્વાર પોલીસ, સીસીટીવી કેમેરા, નાના અને મોટા સહિત વોચ ટાવરો, એન્ટી મહિલા રોમિયોની ટીમો, પાર્કિંગ સ્થળો ઉપર વાહન ચોરીની ઘટના અટકાવવા માટે સીસીટીવી કેમેરા ગોઠવી દેવામા આવ્યા છે.

કાંકરિયા કાર્નિવલમાં કોઇ અનિચ્છનીય ઘટના ના ઘટે તેના માટે અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જી એસ મલિક સાહેબ દ્વારા પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. તેમજ કાંકરિયા લેક પરિસરની અંદરજ પોલીસ કંટ્રોલ રૂમ ઉભો કરવામા આવ્યો છે. જેનાથી ગુનેગારો ઉપર નજર રાખવામાં આવશે. પોલીસે નાગરિકો માટે હેલ્પ ડેસ્ક બનાવ્યું છે. કાંકરિયા માં આવતા નાગરિકોને કોઇ પણ જાતની અગવડ ના પડે તે હેતુથી પોલીસ ધ્વારા દર વખતની જેમ આ વર્ષે પણ પોલીસ હેલ્પડેસ્ક બનાવવામા આવ્યું છે. આ ઉપરાંત તાત્કાલિક અસરથી કંટ્રોલ રૂમ પણ ઉભો કરવામા આવ્યો છે. મહિલાઓની સુરક્ષા માટે એન્ટી રોમિયો સ્કવોડ ઉભા કરવામાં આવ્યા છે.

25-31 ડિસેમ્બર કાંકરિયા બનશે અભેધ કિલ્લો, કેટલા પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ રહેશે તૈનાત…..

02 ડીસીપી
05 એસીપી
14 પીઆઈ
66 પીએસઆઈ
763 પોલીસ જવાનો
200 મહિલા પોલીસ
09 she ટીમ
150 હોમગાર્ડ જવાનો
1 હથિયારધારી એસઆરપી જવાનોની કંપની જેમાં 70 જેટલાં જવાનો તેમજ
6 બૉમ્બ ડિસ્પોઝલ ટીમો રાઉન્ડ ધ ક્લોક એન્ટી સર્બોટેઝ ચેકીંગ માટે રાખવામાં આવેલ છે.

આમ, કાંકરિયા કાર્નિવલ ખાતે અમદાવાદ શહેર પોલીસ વિભાગ દ્વારા હર વખતની માફક ચાલુ સાલે પણ સ્થાનિક અમદાવાદ શહેર પોલીસ ઉપરાંત, બહારથી પણ પોલીસ અઘિકારીઓ તથા હથિયારધારી SRP જવાનો સહિતના ચુનંદા સ્ટાફના માણસોને તૈનાત કરી, જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

કાંકરિયા કાર્નિવલ માટે અમદાવાદ પોલીસ કમિશ્નર જી એસ મલિકે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો! કાંકરિયા કાર્નિવલમાં અભૂતપૂર્વ પોલીસ બંદોબસ્ત, પોલીસ પરવાનગી વગર ચકલું પણ નહી ફરકે

Related posts

ગુજરાતમાં રહેતા તોફાની તત્વો કાન ખોલીને સાંભળી લે, ઈદ હોય કે રામનવમી પથ્થર મારો ચલાવી લેવામાં નહી આવે, એક એક ને દબોચી જેલ ભેગા કરીશુ : ગૃહમંત્રી હર્ષ સંઘવી

Phone: 9998685264.

અમરેલી /ચલાલામાં ઘર કંકાસથી કંટાળી માતાએ પોતાની બે માસુમ બાળકીઓ સાથે અગ્નિસ્નાન કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ, 3 ના કરુણ મોત

Phone: 9998685264.

જમીન ફાળવણીને લઈને રાજ્ય સરકારની બેવડી નીતિ ઉપર વિધાનસભામાં ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આકરા પ્રહાર કર્યા

Phone: 9998685264.

Leave a Comment