Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ઐતિહાસિક / એકસાથે 25 ગુજરાતી અધિકારીઓ IPS બનશે! 14 સૌરાષ્ટ્રના તો 5 મહેસાણા જિલ્લાના હશે અધિકારીઓ, ટૂંક સમયમાં કરાશે ઓર્ડર!

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 731

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

મળતી માહિતી મુજબ વર્ષ 2011ની બેચમાં ડીવાયએસપી તરીકે ભરતી થયેલા 25 જેટલા અધિકારીઓને આઈપીએસ નોમિનેશન માટેની ક્લિયરિંગ પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે. નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી આવનારા સમયમાં એકસાથે 20થી વધુ ગુજરાતી અધિકારી આઈપીએસ તરીકે ફરજ બજાવશે.

અત્યાર સુધી ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓની નિમણૂક 2-1 રેસિયો પર થતી આવી છે, જેમાં ડાયરેક્ટ યુપીએસસી ક્લિયર કરનાર બે જીપીએસસી ક્લિયર કરીને પ્રોમોશન લેનાર એક આઈપીએસ હોય છે, પરંતુ ગુજરાતના ઈતિહાસમાં એકસાથે 25 આઈપીએસ બન્યા હોય એવું બન્યું નથી, પણ આ વખતે 2011ની બેચના ડીવાયએસપી બનેલા જીપીએસસીના અધિકારીઓની બેચને આ લાભ મળશે.
પોલીસમાં ગુજરાત હરણફાળ ભરી રહ્યું હોય તેવી રીતે ઈતિહાસમાં પ્રથમવાર એકસાથે 25 જેટલા ગુજરાતીઓને આઈપીએસનું પ્રમોશન મળવા જઈ રહ્યું છે.જેમાં રાજકોટમાં એસીપી ક્રાઈમ તરીકે ફરજ બજાવી ચૂકેલા ડૉ.હર્ષદ પટેલ સહિતનાનો સમાવેશ થાય છે.આમ ટૂંકસમયમાં 25 જેટલા ડીવાયએસપી તરીકે ભરતી થયેલા અધિકારીઓને આઈપીએસ તરીકે પ્રમોશન આપવામાં આવશે.આ અંગેની પ્રક્રિયાઓ પણ પૂર્ણ થઈ ગયાનું રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ જણાવ્યું છે ત્યારે આવનારા દિવસોમાં એકસાથે 25 જેટલા ગુજરાતી અધિકારી આઈપીએસ તરીકે ફરજ બજાવશે.જે ડીવાયએસપીને આઈપીએસનું પ્રમોશન મળવાનું છે તેમાં સુરતના ડીસીપી પન્ના મોમાયા,રાજકોટમાં એસીપી ક્રાઈમ તેમજ અમદાવાદના ડીસીપી (કંટ્રોલરૂમ) ડૉ.હર્ષદ પટેલ,અમદાવાદ ઝોન-4ના ડીસીપી રાજેશ એચ.ગઢિયા સહિત 25 ડીવાયએસપીનો સમાવેશ થાય છે.આમ આ પહેલાં ગુજરાત કેડરના ચાર આઈપીએસ અધિકારીઓ એવા સજ્જનસિંહ પરમાર,અશોક મુનિયા,મયૂર ચાવડા અને ઉષા રાડાને આઈપીએસ કેડર ફાળવવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

ઐતિહાસિક / એકસાથે 25 ગુજરાતી અધિકારીઓ IPS બનશે! 14 સૌરાષ્ટ્રના તો 5 મહેસાણા જિલ્લાના હશે અધિકારીઓ, ટૂંક સમયમાં કરાશે ઓર્ડર!

Related posts

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર દ્વારા 18 PI અને 20 PSI ઓની આંતરિક બદલીઓ કરાઈ! જુઓ કોને ક્યાં મુકાયા

Phone: 9998685264.

થરાદ / મોરથલના ગોકુલગામ પાસેથી પતી-પત્નીની વૃક્ષ સાથે લટકતી લાશ મળી આવી, હત્યાં કે આત્મહત્યા? પોલીસે તપાસ હાથ ધરી

Phone: 9998685264.

મોરબી / રિકવરી એજન્ટ છો કે ગુંડા! મકાનનો એક હપ્તો ના ભરતા લોન ધારકને રસ્તામાં રોકી મૂઢમાર માર્યો,
મકાનની લોનનો હપ્તો ન ભરે તો ટાંટીયા ભાંગી નાખવાની આપી ધમકી

Phone: 9998685264.

Leave a Comment