Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

આ બટુકભાઇને ઓળખી લેજો,કયાંક તમેતો પૈસા નથી આપ્યાને, કોર્ટે કરી 1 વર્ષની સજા

આ બટુકભાઇને ઓળખી લેજો,કયાંક તમેતો પૈસા નથી આપ્યાને, કોર્ટે કરી 1 વર્ષની સજા

Our Visitor

000115
Total Users : 115
Total views : 218
Who's Online : 0
Views 5406

આ બટુકભાઇને ઓળખી લેજો,કયાંક તમેતો પૈસા નથી આપ્યાને, કોર્ટે કરી 1 વર્ષની સજા

સુરતના પલસાણામાં મિત્રના પુત્ર પાસે 29 લાખ રૂપિયા લઇ 11.50 લાખ રૂપિયા પેટે ચેક આપી નાણા પરત ન કરતા પલસાણા જયુડિશિયલ મેજીસ્ટ્રેટે બટુક બાબુભાઇ સોમપાલનામના વ્યકિતને એક વર્ષની સજા ફટકારી છે.ફરિયાદી જીગ્નેશ મોદી તરફે વકીલ એન.એમ.સુરતીએ ધારદાર દલીલો કરી હતી.કોર્ટે બંન્ને પક્ષે દલીલો સાંભળી આરોપી બટુક સોમપાલને એક વર્ષની કેદની સજા સંભળાવી છે.

વિગતો એવી છેકે સુરતના પલસાણાના કડોદરા મોદી ફળિયા ખાતે રહેતા જીગ્નેશ સન્મુખભાઇ મોદી પોતાના પરિવાર સાથે રહે છે અને પોતાના પીતાની HUFનામની પેઢી ધરાવે છે. જીગ્નેશભાઇએ કેટલાક વર્ષો પહેલા પોતાના પિતાના મિત્ર બટુક બાબુભાઇ સોમપાલને ધંધા અર્થે 29 લાખ રૂપિયા આપ્યા હતા.બટુકભાઇ પોતાના પિતાના જુના મિત્ર હોવાથી અને નાણાં એક વર્ષમાં પરત કરી દેશે તેવી બાંહેધરી આપતા જીગ્નેશ મોદીએ તેમને 29 લાખ રૂપિયા આપ્યા હતા જે નાણા બટુકભાઇએ એક વર્ષમાં ચૂકવી આપવાની પુરે પુરી ખાતરી આપી હતી.

દરમ્યાનમાં એક વર્ષ થઇ જતાં જીગ્નેશભાઇએ નાણાંની માંગ કરી હતી જેથી બટુકભાઇએ કહ્યું હતું કે હાલ મંદી ચાલતી હોવાથી જેમ નાણાંની સગવડ થશે તેમ નાણાં આપતા રહીશું. દરમ્યાનમાં બટુકભાઇએ ટુકડે ટુકડે જીગ્નેશભાઇને એક લાખ રૂપિયા આપ્યા હતા.જેથી જીગ્નેશભાઇએ બટુકભાઇને ટુકડે ટુકડે પૈસા કેમ આપો છો તેમ કહેતા આરોપી બટુકભાઇએ કહ્યું હતું કે અમારે એક મોટુ પેમેન્ટ આવવાનું છે તેમ કહી જીગ્નેશભાઇને એસબીઆઇ બેંક કડોદરા બ્રાન્ચનો 11.50 લાખનો ચેક આપ્યો હતો. આ ચેક બેંકમાં ભરશે તો ચોક્કસ પાસ થઇ જશે તેમ કહ્યુ હતું
જીગ્નેશભાઇએ બટુકભાઇએ આપેલો ચેંક બેંકમાં ભરતા તે ચેક રિટર્ન થયો હતો જેથી જીગ્નેશભાઇએ બટુકભાઇને પુછતા કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.તે પછી જીગ્નેશભાઇએ 30 દિવસની સમય મર્યાદામાં નોટિસ મોકલાવી હતી.નોટિસ મળ્યા બાદ પણ બટુકભાઇ કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.જેથી જીગ્નેશભાઇએ કોર્ટમાં ચેક રિર્ટનનો કેસ કર્યો હતો.

ચેક રિર્ટનનો કેસ પલસાણા જયુડિશિયલ મેજીસ્ટ્રેટ વિમલ આચાર્યની કોર્ટમાં ચાલ્યો હતો.જીગ્નેશ મોદી તરફે વકીલ એન.એમ.સુરતીએ ધારદાર દલીલો કરી હતી અને પુરતા પુરાવા રજુ કર્યા હતા.જેથી કોર્ટે તમામ પુરાવા ગાહ્ય રાખી આરોપી બટુકભાઇને એક વર્ષની કેદની સજા ફટકારી હતી.

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

આ બટુકભાઇને ઓળખી લેજો,કયાંક તમેતો પૈસા નથી આપ્યાને, કોર્ટે કરી 1 વર્ષની સજા

Related posts

અમદાવાદમાં સેવ હ્યુમિનિટી ઓર્ગનાઈજેશન દ્વારા સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ યોજાયો,
9 થી 27 વર્ષની દીકરીઓને સ્વરક્ષણની તાલીમ અપાઈ,હવે પછી કોઈ દીકરી સાથે ગ્રીષ્મા વેકરીયા કે નિર્ભયા જેવું કૃત્ય ના થાય તેના માટે દીકરીઓને મજબૂત બનાવીશુ : પૂનમ પાંચાણી

Phone: 9998685264.

ભાવનગરના ડમી કૌભાંડમાં તોડ મામલે યુવરાજસિંહનાં સાળા કાનભા પાસે થી રૂ. આડત્રીસ લાખ પોલીસે કબ્જે કર્યા

Phone: 9998685264.

નલ સે જલ યોજના અંતર્ગત કરવામાં આવેલ પાણીની ટાંકીનું નિર્માણ 14 મહિના થી બંધ! ઓલપાડના કુદસડ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, બેદરકારો સામે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરે કડક કાર્યવાહી : દર્શન નાયક :

Phone: 9998685264.

Leave a Comment