Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમેરીકાની ધરતી પર જય ઉમિયાના પ્રચંડ નાદ ગુજ્યા:૮ મા શિખરબધ્ધ મંદિરની સ્થાપના

અમેરીકાની ધરતી પર જય ઉમિયાના પ્રચંડ નાદ ગુજ્યા:૮ મા શિખરબધ્ધ મંદિરની સ્થાપના

Our Visitor

000109
Total Users : 109
Total views : 208
Who's Online : 0
Views 4408

અમેરીકાની ધરતી પર જય ઉમિયાના પ્રચંડ નાદ ગુજ્યા:૮ મા શિખરબધ્ધ મંદિરની સ્થાપના

જ્યોતિ પટેલ (કન્વિનર,મિડીયા કમિટી, ઉંઝા)

ટાઈમ્સ ઓફ અમદાવાદ

વિશ્વના ૧૩૨ દેશમાં વસતા કડવા પાટીદારોની કુળદેવી મા ઉમિયા માતાજી પ્રત્યેની અતૂટ આસ્થા અને શ્રદ્ધાના દર્શન અમેરીકાની ધરતી પર થઈ રહ્યા છે. કુળદેવી ઉમિયા માતાજી ના પ્રાગટ્ય સ્થાનઅને તિર્થસ્થાન ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાન ની પ્રેરણાથી અમેરીકાના ટેનીસી સ્ટેટના નેશવિલ સીટીમાં કુળદેવી ઉમિયા માતાજીના ભવ્ય શિખરબધ્ધ મંદિરનું નિર્માણ કરાયું છે.
ટેનીસી સ્ટેટ સહિત સમગ્ર અમેરીકામાં વસતા કડવા પાટીદાર શ્રધ્ધાળુઓ ધ્વારા ૧૦ કરોડ રુપીયા દાન કરવામાં આવ્યું છે. ૧૦ એકર વિશાળ જમીન પર નયનરમ્ય અને કલાક્રુતિ સમાન દૈદિપ્યમાન ભવ્ય મંદિર નિર્માણ કરાયું છે.

જુઓ વિડિઓ

અખંડ સ્વરૂપા અને શિવ અર્ધાંગીની મા કુળદેવી ઉમિયા માતાજી મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થા. ૨૧ – ૨૨ અને ૨૩ જુનના રોજ યોજાશે. ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ અને સી કે પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
અંતગ્રત મા કુળદેવી ઉમિયા માતાજીની દિવ્ય અલૌકિક જ્યોત નેશવિલ પહોંચી ગઈ છે.
દિવ્ય અલૌકિક જ્યોત લઈને નેશવિલ પધારેલા ચંદુભાઈ પટેલ
( કે વી સી ટ્રસ્ટ મહામંત્રી),શોભનાબેન પટેલ, પાર્થ ચંદુભાઈ પટેલ, માનસી પાર્થ પટેલ
જે કે પટેલ( પૂર્વ સિટી તાલુકા પ્રમુખ બીજેપી) અને બ્રિજેશ પટેલનું શ્રધ્ધાળુ પરિવારો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.
નેશવિલ ખાતે રહેતા મહેન્દ્ર પટેલ, મીનાબેન પટેલ સહિતના પરિવારો દ્વારા દિવ્ય અલૌકિક જ્યોત નું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.

ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનના નામદ મંત્રી દિલિપ દાદા ( નેતાજી) એ જણાવ્યું હતું કે અમેરીકા સહિત ૧૩૨ દેશમાં વસવાટ કરતા કડવા પાટીદારો સહિત તમામ જ્ઞાતિના લોકોમાં મા કુળદેવી ઉમિયા માતાજી પ્રત્યે અતુટ આસ્થા અને શ્રદ્ધાના દર્શન થઈ રહ્યા છે. અમેરીકાની ધરતી પર આઠમા શિખરબધ્ધ મંદિરની સ્થાપના કરાઈ છે.
ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માં અમેરીકાના વિવિધ સ્ટેટમાં વસવાટ કરતા ૧૦ હજાર કરતાં પણ વધારે પરિવારો ભાગ લેશે, મા કુળદેવી ઉમિયા માતાજીના દર્શન કરીને જીવનને ધન્ય ધન્ય બનાવ્યાની અનુભૂતિ કરશે.
નેશવિલ સહિત ટેનીસી સ્ટેટમાં રહેતા કડવા પાટીદાર પરિવારો ભવ્યાતિભવ્ય મહોત્સવની ધામધુમપુર્વક ઉજવણી કરવા તડામાર તૈયારી કરી રહ્યા છે, શ્રધ્ધાળુઓ ધ્વારા જય જય ઉમિયાના ગગનભેદી નારા લગાવ્યા હતા. ટેનીસી સ્ટેટ સહિત સમગ્ર અમેરીકામાં વસતા પાટીદાર પરિવારોમાં આનંદ, મંગલ અને ઉત્સાહ છવાયો છે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત નવચંડી મહાયજ્ઞ કરવામાંઆવશે.સાથે શ્રી ઉમિયા શરણમ્ મમ : મહામંત્ર ધુન કરાશે. અમેરીકાની ધરતી પર જય જય ઉમિયાના નાદ થતાં વાતાવરણ અલૌકિક અને ભક્તિમય બની ગયું છે.

અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં રહેતા પાટીદારોની પણ મોટી સંખ્યામાં નેશવિલ પહોંચી રહ્યા છે.ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વર્ષ ૨૦૩૦ સુધિમાં ૧૦૦૧ શિખરબધ્ધ મંદિરની સ્થાપના કરવાનો દ્રઢ સંકલ્પ કરાયો છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમેરીકાની ધરતી પર જય ઉમિયાના પ્રચંડ નાદ ગુજ્યા:૮ મા શિખરબધ્ધ મંદિરની સ્થાપના

Related posts

દુઃખદ / આણંદના વાસદમાં સત કેવલ સંપ્રદાયના સંત મૃત્યુ ઉપર પ્રવચન આપી રહ્યા હતા અને અચાનક નીચે ઢળી પડતા થયું મોત, જુઓ વિડીયો

Phone: 9998685264.

ગુમ થયેલા જોડિયા બાળકોને ભેટી રડી પડ્યા પરિવારજનો! ACP પ્રદીપસિંહ જાડેજા અને ઈસનપુર પોલીસે માનવતા મહેકાવી, વાંચો સંપૂર્ણ વિગત….

Phone: 9998685264.

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યના 677 બીન હથિયારી ASI ને 11 માસ માટે PSI તરીકે એડહોક પ્રમોશન અપાશે, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા,

Phone: 9998685264.

Leave a Comment