
અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ
હોટલ સંચાલક પાસે ખંડણી માંગી ચાકુ બતાવી હત્યાની ધમકી આપી
ધંધો કરવા હપ્તો આપવો પડશે તેમ કહીને એક હજાર લૂંટી લીધા હતા.
ચાકુ બતાવીને પૈસા માંગ્યા તો ખૂન કરી નાખીશ અહીંનો હું દાદા છું તેવી ધમકી આપી
અમદાવાદ શહેરના શહેર કોટડામાં લુખ્ખાગીરી કરતા તત્વોએ હોટલના માલિકને ચાકુની અણીએ ધાક ધમકી આપી 1000 રૂપિયાની લૂંટ ચલાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. નરોડા ચામુંડા બ્રિજ નીચે રહેતા યુવકે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે અમદુપુરા ખાતે રહેતા ત્રણ જેટલા અસામાજિક તત્વો દ્વારા અવારનવાર તેમની હોટલમાં આવી અને હોટલ માલિકના પેટમાં ચાકુ ઘુસાડી દેવાની ધમકી આપી ખંડણી માંગી હતી. હોટલ ચલાવતા પરપ્રાંતિય યુવકને અમદુપુરામાં રહેતા અસામાજિક તત્વોએ કહ્યું હતું કે તમે પરદેશી છો અમારા વિસ્તારમાં ધંધો કરવો હોય તો અમને હપ્તો આપવો પડશે. નહિતર આ ચાકુ તારી પેટમાં ઘુસાડીને આરપાર કરી દઈશ. અને ત્યારબાદ હોટલના ગલ્લામાં પડેલા 1000 રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
12 ફેબ્રુઆરીએ રાત્રે લુખ્ખા તત્વો ચામુંડા બ્રિજ નીચે આવેલી હોટલમાં જમવાનું પેક કરાવ્યું હતું. જેના હોટલ માલિકે પૈસા માંગ્યા હતા. જેથી ઉશ્કેરાઈ જઈને ત્રણ જેટલા લુખ્ખા તત્વોએ પોતાની પાસે રહેલો ચાકુ બતાવી ગાળા ગાળી કરી હતી. અને હોટલના માલિકને કહ્યું હતું કે અમારી પાસે પૈસા માંગ્યા તો તારું મર્ડર કરી દઈશુ. અહીંનો હું દાદા છું તેવી ધમકી આપી હતી. આ તત્વોએ અગાઉ પણ આ હોટલમાં આવી ધાક ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ શહેરમાં પણ રોજબરોજ આવા માથા ભારે શખ્સો વેપારીઓ ને ડરાવી ધમકાવી ભયનો માહોલ પેદા કરી રહ્યા છે. આવા લુખ્ખા તત્વોને જાણે કાયદો કે પોલીસનો ડર રહ્યો ના હોય તેઓ ઘાટ ઘડાયો છે.જેવી રીતે મુંબઈમાં ડોનગીરી ચાલતી હોય હપ્તાઓ વસૂલતા હોય તેવી રીતે હવે અમદાવાદ શહેરમાં પણ ભાઈગીરીનો ટ્રેન્ડ વધ્યો છે. આ મામલે હોટલના સંચાલકે ત્રણ જેટલા લુખ્ખા તત્વો સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ન્યાય ની માંગણી કરી છે.





Total Users : 113
Total views : 214
Who's Online : 0