Times of Amdavad Live
BREAKING NEWS
News

અમદાવાદમા લૂંટારુઓ બેફામ, આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી લુંટ્યા 10 લાખ રૂપિયા! લૂંટના દ્રશ્યો થયા સીસીટીવીમા કેદ

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 432

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર)

અમદાવાદમાં સરાજાહેર લૂંટ
આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો
સીસીટીવીમાં કેદ થયા લૂંટના દ્રશ્યો
અમદાવાદમાં બની રહેલા લૂંટના ગુનાઓ હવે એક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે વધુંમાં ફરી શહેરના બાપુનગર વિસ્તારમાં એક લૂંટની ઘટના સામે આવી છે. જ્યા બાઈક પર આવેલા શખ્સોએ આંગડિયા પેઢીના એક કર્મચારીને લૂંટ્યો છે. જેમા કર્મચારી પાસેથી 10 લાખની લૂંટ કરવામાં આવી છે. જેના કારણે આ મુદ્દો ઘણો ચર્ચાનો વિષય બન્યો છે.

યોજના સાથે લૂંટ

સમગ્ર મામલે લૂંટારુઓ પહેલાથી પીછો કરી રહ્યા હતા અને તેમણે કર્મચારી સાથે યોજના મુજબ લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે.

લૂંટનો ભોગ બનનાર શખ્સ ભંગારના કારાખાનામાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે. બનાવના સમયે તેણે એક્ટિવા હૂકમાં ભરાયેલી દવાની થેલી લેવા ગયો તે સમયે તેની સાથે લૂંટ થઈ હતી.

મેનેજરે ફોન કરીને રૂંપિયા લાવવા કહ્યું

કારખાનાના માલિકે ભોગ બનનાર પાસેથી દવા મંગાવી હતી. જેથી તે દવા લઈને પરત ફરી રહ્યો હતો. ત્યારે તેના મેનેજરે આંગડિયા બજારની બે પેઢીમાંથી રૂપિયા લઈને આવવા માટે કહ્યું હતું. પરંતુ તે કારખાને પહોચે તે પહેલાજ તે લૂંટનો શિકાર બની ગયો.

સીસીટીવીને આધારે પોલીસે તપાસ આરંભી

ઉલ્લેખનીય છે કે લૂંટને અંજામ બે સખ્સોએ આપ્યો. જેમા એક શખ્સ બેગ ઝુટીવને ભાગ્યો અને બીજો બાઈક પર તેને લઈને ફરાર થઈ ગયો હતો. જોકે ભોગ બનનારે તેજ સમયે બુમાબુમ કરી હતી. જેથી લોકો એકઠા થઈ ગયા હતા અને તેમણે પોલીસને જાણ કરી જેથી પોલીસ ત્યા તુરંત મહોચી હતી. સમગ્ર મામલે હાલ પોલીસે સીસીટીવીને આધારે તપાસ આરંભી છે.
અમદાવાદમાં સરાજાહેર લૂંટ
આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો
સીસીટીવીમાં કેદ થયા લૂંટના દ્રશ્યો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદમા લૂંટારુઓ બેફામ, આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી લુંટ્યા 10 લાખ રૂપિયા! લૂંટના દ્રશ્યો થયા સીસીટીવીમા કેદ

Related posts

રાજ્યભરના યુવાનોના ઉજવળ ભવિષ્ય માટે ઉત્તમ તક, નોકરી હવે તમારા ઘર આંગણે,નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીની અનોખી પહેલ

Phone: 9998685264.

માંડવી સુગર ને ખાનગી કંપની ને વેચીદેતા ખેડૂત આગેવાન દ્વારા આજ થી લડતના મંડાણ!પીઢ સહકારી આગેવાનો અને છોટે સરદાર નાં નામ થી જાણીતા ચૂપ કેમ બેઠા છે – દર્શનભાઈ નાયક

Phone: 9998685264.

વિધાનસભાની ચૂંટણી બાદ પેટ્રોલ- ડીઝલના ભાવમાં થઈ શકે છે 15 રૂપિયાનો વધારો? બે થી ત્રણ તબક્કામાં વધારાશે કિંમતો

Phone: 9998685264.

Leave a Comment