Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદના પોલીસકર્મીની દીકરીએ કરી કમાલ, નેશનલ UCMAS ની પરીક્ષામાં પ્રિયાંશી ચૌધરીએ પ્રથમ આવી અમદાવાદનો ગૌરવ વધાર્યો

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 2786

અમદાવાદની 13 વર્ષની દીકરી પ્રિયાંશી જનકભાઈ ચૌધરીએ નેશનલ UCMAS ની પરીક્ષામાં માત્ર 10 મિનિટની અંદર 200 સમ્સ (દાખલા ) સોલ્વ કરી 700 થી વધુ પરીક્ષાર્થીઓને પાછળ રાખી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો હતો. 21st નેશનલ UCMAS ના કોમ્પિટિશન માં સમગ્ર દેશ ભરમાંથી 700 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં અમદાવાદની 13 વર્ષીય દીકરી પ્રિયાંશી ચૌધરી પ્રથમ સ્થાને આવતા પ્રિયાંશીના માતાપિતાએ પોતાની દીકરી ઉપર ખુબજ ગર્વ અનુભવ્યો હતો. જો પ્રિયાંશી ચૌધરીની વાત કરીયે તો તેમણે 6 મહિના પહેલાજ UCMAS એકેડમી જોઈન કર્યું હતું. અને આટલા ઓછા સમયમાંજ તેમણે આટલી મોટી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી પોતાની કાબેલિયત સાબિત કરી હતી. પ્રિયાંશી ની સફળતા પ્રાપ્ત કરવા પાછળ તેમના પિતા જનકભાઈ ચૌધરી કે જે અમદાવાદ પોલીસ ખાતામાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવે છે, અને બીજી તરફ પ્રિયાંશીની માતા મીનાબેન જનકભાઈ ચૌધરીની અપાર મહેનતના પરિણામ સ્વરૂપ પ્રિયાંશી ચૌધરીએ પ્રથમ સ્થાન મેળવી અમદાવાદ જ નહી પણ સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું.

પ્રિયાંશી ચૌધરીના માતાપિતા સાથે ટ્રોફી સાથે ની તસ્વીર

UCMAS એટલે શુ?

UCMAS એ વિઝ્યુઅલ અંકગણિત અને અબેકસ પર આધારિત બાળ વિકાસ કાર્યક્રમ છે જે 4-13 વર્ષની વયના બાળકોમાં મગજની શક્તિને વધારે છે. ગણિત કૌશલ્યોને મજબૂત કરવા સાથે, UCMAS અભિગમ સમગ્ર મગજના વિકાસને પ્રોત્સાહન આપે છે અને મેમરી, એકાગ્રતા, સર્જનાત્મકતા અને સમસ્યાનું નિરાકરણ જેવા પાયાના બિલ્ડીંગ બ્લોક્સની સ્થાપના કરે છે – મુખ્ય કૌશલ્યો જે તમામ વિષય ક્ષેત્રોમાં અને જીવનમાં વધુ આત્મવિશ્વાસ અને સફળતાને પ્રેરિત કરે છે.

UCMAS એબેકસ એકેડેમી તેમને એકંદર શૈક્ષણિક સિદ્ધિઓમાં સુધારો કરવા અને આત્મવિશ્વાસપૂર્વક જીવનના પડકારોને પહોંચી વળવા અને મહાનતા પ્રાપ્ત કરવા માટે જરૂરી કૌશલ્યોથી સજ્જ કરે છે.

અમારા ઉત્તેજક વર્ગો અને મહેનતુ પ્રશિક્ષકો સુનિશ્ચિત કરે છે કે અમારા વિદ્યાર્થીઓ જેમ જેમ તેઓ શીખે છે તેમ તેમ મજા આવે. 1993 થી, UCMAS એ વિશ્વભરમાં 10 લાખથી વધુ બાળકોને મદદ કરી છે, અને બાળકોની અંદર છુપાયેલા જીનિયસને શોધવામાં મદદ કરે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદના પોલીસકર્મીની દીકરીએ કરી કમાલ, નેશનલ UCMAS ની પરીક્ષામાં પ્રિયાંશી ચૌધરીએ પ્રથમ આવી અમદાવાદનો ગૌરવ વધાર્યો

Related posts

રોફ જમાવવો ભારે પડ્યો / સિંધુભવન રોડ પર જાહેરમાં જોખમી રીતે ફટાકડા ફોડી વિસ્તારને બાનમાં લેનાર નબીરાઓ પોલીસના સકંજામાં, હવે પોલીસ કાયદાનો પાઠ ભણાવશે

Phone: 9998685264.

ગુજરાત પોલીસમાં વધુ એક પ્રમોશન, રાજ્યભરમાં બિન હથિયારી 242 PSIને PI તરીકે બઢતી…જૂઓ લીસ્ટ

Phone: 9998685264.

હજીરા ની ઔધોગિક કંપની નો સ્લેગ નો કાળો કારોબાર ચર્ચાઓ ના આવરણમા!
સ્લેગનાં ખડકી દેવામાં આવતા ઢગ ને લઈને સ્થાનિક લોકોના આરોગ્ય અને પર્યાવરણને ભારે નુકસાન થવાની ભીતી:દર્શનભાઈ નાયક
સહકારી અને ખેડૂત આગેવાન,મહામંત્રી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ

Phone: 9998685264.

Leave a Comment