

અમદાવાદ :સરદારનગર વિસ્તારમાં ચાર દિવસ પહેલા સગીરાનું અપહરણ કરી તેની સાથે બળાત્કાર ગુજારવાની ફરિયાદ નોંધાઈ હતી જે સમગ્ર ઘટનામાં બીજે દિવસે અપહરણ અને બળાત્કારનો કેસ પાછો ખેંચવા માટે ધમકી આપી 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ. જે ગુનામાં પોલીસે કુલ 3 આરોપીની ધરપકડ કરી છે. સરદારનગર પોલીસની કસ્ટડીમાં રહેલા આ ત્રણ આરોપીના નામ રાકેશ ભરવાડ, ગોપાલ ભરવાડ અને ભરત ભરવાડ છે.
આ 3 આરોપી માથી રાકેશ ભરવાડે અન્ય સમાજની સગીરાનુ અપહરણ કરી તેને મધ્યપ્રદેશ લઈ ગયો હતો. જ્યાં તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યુ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બળાત્કાર અને પોક્સોની કમલો હેઠળ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ તપાસની કાર્યવાહી ચાલુ હતી જે દરમ્યાન 15 તારીખે રાતે નોબલ ત્રણ રસ્તા પાસે મહાકાળી હોટલ નજીક 4 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી જેમાં હકિકત એવી સામે આવી કે પોક્સોના કેસમાં સમાધાન કરી લેવા ધમકી આપી ગોપાલ ભરવાડ અને ભરત ભરવાડે 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જેથી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ગુનામાં વપરાયેલી પિસ્ટલ અને નંબર પ્લેટ વિનાની કાર કબજે કરી છે. જો કે હથિયાર ગેરકાયદેસર હોવાનુ સામે આવતા હથિયાર કયાંથી લાવ્યા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
હાલ પોલીસે બળાત્કાર, પોક્સો અને ફાયરિંગના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યુ કે આરોપીનો એક બીજા સાથે કોઈ સંપર્ક જ નથી. પરંતુ એક સમાજના લોકોએ ચા નાસ્તો કરવા આવેલા અન્ય સમાજના બે યુવકોને જેમ તેમ બોલતા એક કલાક બાદ ફાયરિંગ કર્યુ હતુ સાથે જ પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી અગાઉ પણ મારામારી અને અપહરણ જેવા ગુનાને અંજામ આપી ચુક્યો છે ત્યારે પોલીસ તપાસમાં શુ નવા ખુલાસા થાય છે તે જોવુ મહત્વનુ છે.