Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદમાં જગતના નાથ ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન! ભક્તોનો ઘોડાપુર ઉમટ્યો, હિન્દૂ-મુસ્લિમ એકતા જિંદાબાદના દ્રશ્યો જોવા મળ્યા

અમદાવાદમાં જગતના નાથ ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન! ભક્તોનો ઘોડાપુર ઉમટ્યો, હિન્દૂ-મુસ્લિમ એકતા જિંદાબાદના દ્રશ્યો જોવા મળ્યા

Our Visitor

556236
Total Users : 556236
Total views : 556509

અમદાવાદમાં જગતના નાથ ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન! ભક્તોનો ઘોડાપુર ઉમટ્યો, હિન્દૂ-મુસ્લિમ એકતા જિંદાબાદના દ્રશ્યો જોવા મળ્યા

અહેવાલ – રીતેશ પરમાર

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા રંગેચંગે નીકળી હતી. અમદાવાદીઓમાં જાણે ભક્તિના ઘોડાપૂર ઉમટ્યા હતા. ભક્તો પર જાણે ભક્તિનો ખુમાર છવાયો હતો. શ્રદ્ધાળુઓએ ભગવાન જગન્નાથના નામનો પોકાર કરતાં વાતાવરણને ગજવી મૂક્યું હતું. તેમા પણ રવિવારની રજા હોવાથી ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભારે ભીડ જોવા મળી હતી.

ભગવાન જગન્નાથજી રથમાં બિરાજમાન થયા એ સાથે જ સમગ્ર માહોલ ‘મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે…’, ‘બોલો મેરે ભૈયા ક્રિષ્ણ કનૈયા’, ‘જય રણછોડ’ના નાદથી ગૂંજી ઉઠયો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી હતી.૭-૦૫ના ટકોરે ભગવાનનની નગરચર્યાનો પ્રારંભ થયો હતો. એ વખતે અનેક રથયાત્રા જોઇ ચૂકેલી કેટલીક વૃદ્ધ આંખો પોતાના આંસુ રોકી શકી નહોતી તો કેટલાક બાળકો તેમના વડીલોના ખભા પર બેસીને ભગવાનની ઝલક મેળવવા માટે અધીરા બન્યા હતા.

આજે વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને ગરમી પણ છેલ્લા કેટલાક દિવસ કરતાં વધારે હતી. પરંતુ ઉકળાટ-ગરમી પણ શ્રદ્ધાળુઓ અને ખલાસીઓને ડગાવી શક્યા નહોતા. આ રથયાત્રામાં ભક્તોને ૩૦ હજાર કિલોગ્રામ મગ, ૫૦૦ કિલોગ્રામ જાંબુ, ૩૦૦ કિલોગ્રામ કેરી, ૪૦૦ કિલોગ્રામ કાકડી-દાડમ, ૨ લાખ ઉપેણા પ્રસાદમાં આપવામાં આવ્યો હતો. દેશભરમાંથી બે હજારથી વધુ સાધુ-સંતો રથયાત્રામાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા.

23,600 પોલીસકર્મીઓએ આપી સેવા

23,600 પોલીસકર્મીઓએ સેવા આપી છે. તેમજ ચેતક કમાન્ડોની ટીમ પણ બંદોબસ્તમાં હતી તથા ચેતક કમાન્ડોની 3 ટૂકડીઓ તૈનાત કરવામાં આવી હતી. આ સાથે જ DG, ADG, IG, DIG સહિતના અધિકારીઓ બંદોબસ્તમાં હાજર હતા તથા કુલ 38 SP, DCP કક્ષાના અધિકારીઓ સાથે ACP – DYSP કક્ષાના 89 અધિકારીઓ તૈનાત હતા. જેમાં PI કક્ષાના કુલ 286 અધિકારીઓ બંદોબસ્તમાં જોડાયા હતા તથા 630 PSIને બંદોબસ્તમાં મુકવામાં આવ્યા હતા. SRPની 30 કંપનીઓના જવાનો બંદોબસ્તમાં ખડેપગે સેવા આપી. તેમજ સેન્ટ્રલ ફોર્સની 11 કંપનીઓ બંદોબસ્તમાં તૈનાત હતી.

નગરજનોએ નાથને નયનભરી નિરખ્યા ઃ ૧૪૭મી રથયાત્રા હર્ષોલ્લાસ સાથે સંપન્ન

  • વહાલાના વધામણા
  • ૧૨,૬૦૦ પોલીસ સહિત ૨૩,૬૦૦ જવાનો દ્વારા સલામતી બંદોબસ્ત

૩૦ હજાર કિલો મગ, ૫૦૦ કિલો જાંબુ, ૫૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી-દાડમ, બે લાખ ઉપેર્ણાનું પ્રસાદમાં વિતરણ

દરિયાપુરમાં જોવા મળ્યા કોમી એકતાના દ્રશ્યો

દરિયાપુરમાંથી રથયાત્રા પસાર થતા લોકોમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગનો માહોલ હતો. બે કલાકથી લોકો રથયાત્રાની રાહ જોતા હતા. ત્યારે રથયાત્રા દરિયાપુરમાં પહોંચતા જ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. હિંદુ મુસ્લિમ સમુદાયે ભેગા મળી ભગવાનને આવકાર્યા હતા. શાહપુર શાંતિ સમિતિ દ્વારા ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. કબૂતર ઉડાડી શાંતિ અને કોમી એખલાસનો સંદેશ આપવામાં આવ્યો હતો.

રથયાત્રામાં શણગારેલા 18 ગજરાજ જોવા મળ્યા. ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેન્ડબાજા, સાધુ સંતો સાથે 1000થી 1200 ખલાસી રથ ખેંચવા જોડાયા. 2000 જેટલાં સાધુ સંતો રથયાત્રામાં હાજર રહ્યા હતા.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદમાં જગતના નાથ ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન! ભક્તોનો ઘોડાપુર ઉમટ્યો, હિન્દૂ-મુસ્લિમ એકતા જિંદાબાદના દ્રશ્યો જોવા મળ્યા

Related posts

અંકલેશ્વર નોબેલ સ્ટીલ ખાતે 77 માં સ્વત્રંત દિવસ ની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી

Phone: 9998685264.

ડ્રગ્સ કેસ / આર્યન અને શાહરુખ એક બીજાને જોઈ રડી પડ્યા, આર્યને કહ્યું પપ્પા આઈ એમ સોરી, શાહરુખે કહ્યું આઈ ટ્રસ્ટ યુ બેટા

Phone: 9998685264.

શરમજનક / અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાંથી જ ચોરો 11 લાખના ટેન્કર અને તેની અંદર રહેલા પેટ્રોલિયમ પ્રવાહીની ચોરી કરી ગયા, પોલીસ બેડામાં સન્નાટો

Phone: 9998685264.

Leave a Comment