
અહેવાલ – રીતેશ પરમાર
સુરતના ઓલપાડ પોલીસ સ્ટેશનમાંં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર સી આર જાદવ(ચેતન જાદવ)ને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી અસાધારણ અસુચના કુશલતા પદક-2020 ( મેડલ ફોર એક્સ્ટ્રા ઓર્ડીનરી ઈન્ટેલીજન્શ ગેધરીંગ ) એવોર્ડથી સન્માનિત કરાયા છે.રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના વરદ હસ્તે પીઆઈ ચેતન જાદવને એવોર્ડ માટે મેડલ અનેે સ્ક્રોલ પ્રદાન કરવામાં આવ્યો હતો.ગુજરાતના ઈતિહાસમાંં સૌપ્રથમવાર આ મેડલ સી આર જાદવને એનાયત કરાતાં ગુજરાત પોલીસ માટે ગૌરવની ક્ષણ બની રહી છે.સી આર જાદવ ગુજરાતમા આ મેડલ મેળવનાર સૌપ્રથમ પોલીસ ઈન્સ્પેક્ટર છે.જેમને ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ,પોલીસ જવાનો સહિત અસંખ્ય લોકો અભિનંદન પાઠવી રહ્યા છે.
પીઆઈ સી આર જાદવની સફળતાના સફરનો સંપૂર્ણ અહેવાલ….
સુરતમા સાડાત્રણ વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરીને ક્રુર ઘાતકી હત્યા કરવાની ઘટના બની હતી.પીઆઈ ચેતન જાદવની ટીમે ગણતરીના કલાકોમા જ હત્યારા રેપીસ્ટને બીહારથી ઝડપી લઈ ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.કોર્ટે સજ્જડ પુરાવાના આધારે આરોપીને ફાંસીની સજાનો હુકમ કર્યો હતો.ગુજરાતમાં દુષ્કર્મના કેસમાં ફાંસીની સજાની સૌપ્રથમ ઘટના હતી.યુનિયન હોમ મિનિસ્ટર દ્વારા બેસ્ટ ઈન્વેસ્ટીગેશનનો એવોર્ડ પણ આપ્યો હતો.

વડોદરા પોલીસ કમિશનરના હસ્તે વર્ષ 2023 મં બરોડા આઈકોનનો એવોર્ડ ઈન્સ્પે.ચેતન જાદવને આપ્યો હતો.મુંબઈમાં વર્ષ 1993માં થયેલા શ્રેણીબધ્ધ બોંબ વિસ્ફોટ ના ગુનામાં નાસતા ફરતા અને ડોન દાઉદના સાગરીત મુનાફ હાલારીને શોધી ધરપકડ કરી હતી.
આ ઉપરાંત વર્ષ 2008 માં અમદાવાદમાં 20 સ્થળોએ 21 જેટલા શ્રેણીબધ્ધ બોંબ વિસ્ફોટ કરી લોહીયાળ અંધાધુંધી ફેલાવવાના ગુનાના આરોપી કર્ણાટકના બેલગામથી શોધી કાઢી પ્રશંશનીય કામગીરી કરી હતી.

ભારતમાં આતંકવાદી ષડયંત્રોને પાર પાડવા માટે આતંકવાદી સંગઠન જૈશ-એ-મહંમદ ત્રાસવાદી સંગઠનના આકાઓ અને આતંકવાદી ગેંગ દ્વારા રિવોલ્વર,એકે-47,હેન્ડગ્રેનેડ,વિસ્ફોટકો અને આરડીએક્સ માટે એક લાખ ડોલરની રકમ ઉભી કરવાના ભાગ રુપે નાગરીકોના અપહરણ કરવાના ષડયંત્રો રચ્યા હતા.જે પૈકી રાજકોટના જ્વેલર્સના પુત્ર ભાષ્કર અને પરેશનો અપહરણ કરી 20 કરોડની ખંડણી માંગવામાં આવી હતી.જે કેસમા પોલીસે 50 આરોપીની ધરપકડ કરી હતી.જે ગુનામાં 16 વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ આરોપીને દિલ્હીના રોહિણીમાંથી શોધી કાઢ્યો હતો.ઉપરાંત જેહાદી કેસના ગુનામાં વોન્ટેડ એક આરોપીને જયપુર,બીજા આરોપીને ટોંક અને અન્ય બે આરોપીને મઘ્યપ્રદેશના બુરહાનપુરથી ઝડપી લીધા હતા.
મહેસાણા જીલ્લાના કડી પાસેના મંદિરમાં એક એનઆરઆઈ ટ્રસ્ટી,મંદિરના મહંત અને અન્ય બે ભક્તોની ક્રુર ઘાતકી હત્યા કરી દશ લાખ રૂપીયાથી વધારેની રોકડ,ઘરેણાંની લુંટ ચલાવનાર આરોપીને 18 વર્ષ બાદ દિલ્હીથી શોધી કાઢ્યો હતો.જે આરોપી પર ગુજરાત સરકારે 51 હજારનું ઈનામ જાહેર કર્યું હતું.
વર્ષ 2006માં અમદાવાાદના રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ નંબર 02 પર બોંબ વિસ્ફોટ કરવાનું કાવતરું પાર પાડનાર એક આતંકવાદીને કાશ્મીરના બારામુલ્લા,બીજા આતંકવાદીને બાંગ્લાદેશની બોર્ડર પરથી,ત્રીજા આતંકવાદી સહિત ચાર આરોપીઓને પુણેથી ઝડપી લીધા હતા.જ્યારે અન્ય વોન્ટેડ કાશ્મિરમાં સેના દ્વારા કરાયેલા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હોવાનું ખુલ્યું હતું.અમદાવાદના નહેરુનગર સર્કલ પર કરાયેલા બ્વાસ્ટના ગુનામાં ચાર આરોપીની ધરપકડ કરી હતી.
ગુજરાતના પુર્વ ગ્રુહમંત્રી હરેન પંડ્યા કેસમાં ત્રણ આરોપી પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયા હતા.જે પૈકીના એક વોન્ટેડ આરોપીને ઝડપી લીધો હતો.બીજા બે આરોપી ડરના માર્યા પોલીસ સમક્ષ સામેથી હાજર થયા હતા.
પીઆઈ જાદવે માદક દ્રવ્યોના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.એમડી ડ્રગ્સનો કેસ કર્યો હતો.એમડી ડ્રગ્સનો સૌપ્રથમ કેસ ગુજરાત પોલીસ ચોપડે નોંધાયો હતો.દહેગામ પાસે એફેડ્રીન ડ્રગ્સ બનાવતી ફેકટરી શોધી કાઢી 272 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડ્યો હતો.જે ફેકટરી કુખ્યાત વિક્કી ગોસ્વામી ચલાવતો હતો.વિશાલ સર્કલ પાસેથી 2 કરોડ 62 લાખની કિંમતના બ્રાઉન સુગરના જથ્થા સાથે નાઈઝિરીયનની ધરપકડ કરી હતી.આ ઉપરાંત મોરબીના 600 કરોડના ડ્રગ્સ કેસમાં રીમાન્ડ દરમિયાન વધુ 133 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો શોધી કાઢ્યો હતો.10 આરોપીઓની ધરપકડ કરી હતી.જે કેસમાં ગેંગસ્ટર લોરેન્શ બિશ્નોઈની સૌપ્રથમવાર સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું.

અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જ રેકોર્ડબ્રેક 109 જેટલા પ્રોહીબીશનના કેસ કર્યો હતો.પાસાના 101 કેસ અને તડીપારના અસંખ્ય કેસ કર્યા હતા.ફેક પાસપોર્ટ અને ફેક વીઝા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.પીઆઈ ચેતન જાદવે ફેક કરન્શી,છેતરપીંડી ઠગાઈ જેવા અસંખ્ય ગુનાઓના ભેદ ઉકેલી નાખ્યા હતા.પીઆઈ ચેતન જાદવ કહે છે કે નાગરીકોના જાનમાલની સુરક્ષા ની જવાબદારી અમારી છે,નાગરીકો સુરક્ષીત રહે સલામત રહે અને ગુનાખોરીની ટકાવારીમાં ઘટાડો થાય અને નાગરીકો નિર્ભય બને તે માટે ગુજરાત પોલીસ સદૈવ નાગરીકોની સેવામાં હાજર હોય છે.એટીએસના તત્કાલિન વડા આઈપીએસ હિમાંશુ શુક્લા મારા પ્રેરણાસ્ત્રોત્ર છે.