રાજકોટ બાદ અમદાવાદમાં પણ ઠેર ઠેર પરષોત્તમ રૂપાલાનો વિરોધ સામે આવ્યો છે. ભાજપનો ગઢ ગણાતા નરોડાના દરબાર વાસમાં બેનરો લાગ્યા છે. જેમાં પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના આગેવાનો કે કાર્યકર્તાઓ ગામમાં આવવું નહીં તેવું લખાણ લખવામાં આવ્યું છે.
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને નિવેદન આપ્યું હતું. જે બાદ તેઓનો વિરોધ થઈ રહ્યો છે. આ મામલે રાજ્યમાં અનેક જગ્યાએ આવેદન પણ આપવામાં આવ્યા છે ત્યારે હવે અમદાવાદમાં પણ વિરોધ સામે આવ્યો છે.હવે રૂપાલાના ક્ષત્રિયો વિરુદ્ધ કરેલા નિવેદનની આગ અમદાવાદમાં પણ ફેલાઈ છે. રૂપાલાની ટિપ્પણીને લઈને અમદાવાદમાં પણ ક્ષત્રિય સમાજ ભારે વિરોધ કરતા નજરે પડી રહ્યો છે .નરોડા વિસ્તારના દરબાર વાસમાં ભાજપ સામે આક્રોશ દાખવતા બેનરો લાગ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, જ્યાં સુધી પરષોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ કાર્યકર્તા/આગેવાનોએ અમારા ગામમાં આવવું નહી.