
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
તામિલનાડુ: ભારતમાં અવારનવાર અકસ્માત(Accidents)ની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો હજારો લોકોએ પોતાના મોભીઓ ગુમાવ્યા છે. ત્યારે ફરી એક વાર તામિલનાડુમાંથી અકસ્માતની એક ઘટના નજરે ચડી છે. આ અકસ્માતનો લાઇવ વીડીયો(Live video) પણ સામે આવ્યો છે.
આ અકસ્માતમાં એકટીવા ચાલકે(Activa driver) પોતાનું બેલેન્સ ગુમાવી દેતા તેનું નજીકથી પસાર થઇ રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ દરમિયાન ટ્રક પુર ઝડપે હોવાથી ટ્રકનું પાછળનું ટાયર યુવક પરથી પસાર થઇ ગયું હતું. તેથી તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના દુકાન પર લગાવેલા સીસીટીવી માં કેદ થઇ ગઈ હતી.
મળતી માહિતી મુજબ, આ ઘટના તામિલનાડુની હતી. આ ઘટનામાં ધરમપુરમાં સ્કૂલે ભણાવવા જતા મથુરાજ નામના શિક્ષક સાથે બની હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રોડ એકદમ ભરચક છે ચારે બાજું વાહનની અવરજવર થઇ રહી છે. તે દરમિયાન રોડ પર એક ટ્રક આવી રહ્યો હતો ત્યારે ટ્રકની એકદમ બાજુમાં સ્કુટી જઈ રહી હતી.
તે દરમિયાન સ્કુટી ચાલક શિક્ષક સ્કુટી પરથી અચાનક પોતાનો કાબૂ ગુમાવી બેસે છે. અને રોડ પર નીચે પટકાય છે. સ્કુટી ચાલક કાંઈ સમજે તે પહેલા ટ્રકનું પાછળનું ટાયર શિક્ષકના માથા પરથી પસાર થઇ ગયું હતું. અને શિક્ષકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.
અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે ભેગા થયા હતા. ત્યારબાદ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી શરુ કરી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક ચાલક વિરુધ ગુનો નોંધીને ટ્રકચાલકની તપાસ શરુ કરી છે.