સુરત,
સુરત સહિત સમગ્ર રાજયમાં કમોસમી બરફના કરા સાથે વરસેલા માવઠાને પગલે જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. અને પાકને ભારે નુકશાની થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન સુગર ફેકટરીઓને પણ અસર પહોચી છે. કમોસમી વરસાદને પગલે લાખો ટન ક્રસીંગ કાર્ય અટકી જવાની સંભાવના સુગર ફેક્ટરીના ડિરેક્ટર તેમજ ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી માવઠા થતા ખેડૂતો દોડતા થઈ ગયા છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોની મુખ્ય જીવાદોરી સમાન શેરડીનો પાક છે અને કમોસમી વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી શેરડી કાપણી અટકી ગઈ છે.દક્ષિણ ગુજરાતમાં બારડોલી, સાયણ, ચલથાણ, મહુવા, ગણદેવી, કામરેજ, વટારીયા નર્મદા, પડવાઈ, વલસાïડ સહિતની સુગર ફેક્ટરીઓમાં વરસાને કારણે પીલાણ કાર્ય બંધ થઈ ગયું છે. સામાન્ય રીતે સુગર ફેકટરીમાં એક દિવસમાં ૫૦ હજાર ટનથી વધુ પીલાણ થતું હોવાનું સાયણ સુગર ફેકટરીના ડિરેકટર અને ખેડૂત આગેવાન દર્શન નાયકે ઉમેર્યુ હતું.
દર્શન નાયકે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે એક તરફ ચાલુ વર્ષે સુગર ફેકટરીઓમાં પીલાણ કાર્ય નીયત સમય કરતા મોડુ ચાલુ થયું હતું તો બીજી તરફ કમોસમી માવઠા વરસતા સુગર ફેક્ટરીઓ હાલમાં બંધ કરવાની ફરજ પડી છે. કમોસમી વરસાદને પગલે શેરડી કાપણી અને રોપાણ બને પર અસર કરતા ખેડૂતોને દોડતા કરી દીધા છે. કમોસમી વરસાદ થતા ખેડૂતોને ખેતરો તથા માર્ગો પર પાણી ભરાઈ જતા કાપણી અટકાવી દેવાની ફરજ તો પડી છે કેટલાક ખેતરોમાં અડધે થી કાપણી અટકી જતા શેરડીનો જથ્થો પણ ખેતરોમાં જ પડી રહ્ના છે. સાથે માર્ગો પણ ભીના થઈ જતા હવે ખેડૂતોને જમીન પોચી થઈ જતા વાહનો ખેતરો સુધી પહોચી ન શકતા કાપણી કરેલી શેરડીનું વાહતુક કરવુ પણ અઘરુ થઈ પડશે. શેરડીનો જથ્થો સુગર ફેકટરી સુધી ન પહોîચી શકતા હાલ તો પીલાણ કાર્ય અટકાવી દેવાની ના છૂટકે ફરજ પડશે.ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં કાપણી અટકી જવાથી સુગર ફેકટરીઓમાં જથ્થો પહોચી શકશે નહી. અને જો હવે વરસાદ પડે તો પીલાણ કાર્ય શેરડીના જથ્થાના અભાવે અટકી જવાની શકયતા હોવાનુ દર્શન નાયકે ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે સુગર ફેકટરીઓ ૧૬૦ થી ૧૯૦ સુધી ચાલે હાલમાં રોપાણ અંદાજિત ૧.૭૫ લાખ એકર શેરડી ઉભી છે અને અન્ય ખેડૂતોની પણ અલગ જેના કારણે એક લાખ જેટલા દક્ષિણ ગુજરાતમાં શેરડી કાપણી થતા સુગર ફેકટરીમાં કામ કરતા મજુરોને પણ અસર થશે સાથે સાથે સુગર ફેકટરીઓમાં પીલાણ કાર્ય બંધ રહે તો એક દિવસના ૫૦ હજારથી વધુ ટન ક્રસીંગ ની કામગીરી થઈ શકશે નહી.