


અમદાવાદ શહેરના પૂર્વમા આવેલ કુબેરનગર ખાતેના છારાનગરમા છારા ભાંતુ સમાજ આઝાદીના પહેલાથી વસવાટ કરે છે. આ સમાજના પૂર્વજોએ આઝાદીના લડાઈમાં ભારતના સ્વતંત્ર સેનાનીઓ સાથે મળી દેશને આઝાદ કરાવવાની લડાઈમા મહત્વની ભૂમિકા ભજવી હતી. જેના ઘણા બધા પુરાવા અને ઉપલબ્ધીઓ આજ દિન સુધી પણ જીવંત હોવાના દાવા છારા ભાંતુ સમાજ કરે છે. બીજીતરફ જયારે અંગ્રેજો સામે લડી ભારત દેશ 15 મી ઓગસ્ટ 1947 ના રોજ આઝાદ થયો હતો. જેની સમગ્ર દેશમાં 15 મી ઓગસ્ટના રોજ ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આપને જાણીને આશ્ચર્ય થશે કે, છારા ભાંતુ કે જેમને અંગ્રેજો દ્વારા અલગ અલગ જેલો બનાવી નજર કેદ કરવામાં આવ્યા હતા. આ છારા ભાંતુ કોમ્યુનિટીને 31 ઓગસ્ટ 1952 ના રોજ દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આઝાદી અપાવી હતી. અને ત્યારથી જ આ છારા ભાંતુ સમાજના લોકો 31 ઓગસ્ટ ને પોતાના આઝાદીનો દિવસ ગણતા આવ્યા છે.

31 ઓગસ્ટ 2023 ના રોજ અમદાવાદ શહેરના છેવાડે આવેલ કુબેરનગર ખાતેના લીલાશા હોલમાં છારા ભાંતુ સમાજનો 71 મો વિમુક્તિ દિવસ અને તેના ઉપલક્ષમા છારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું વિશિષ્ટ સન્માન કરવાનું કાર્યક્રમ ગુજરાત ભાંતુ વિકાસ પરિષદ દ્વારા યોજાયો હતો. ગુજરાત ભાંતુ વિકાસ પરિષદ કે જેમની રચના છારાનગરના પ્રથમ શિક્ષણવિદ સ્વ. ડો કેતનભાઈ ઇન્દ્રેકર દ્વારા કરવામાં આવી હતી. અને આ સંગઠન દ્વારા છારા સમાજના પડતર પ્રશ્નો, ગરીબોને આર્થિક લાભ થાય તેવા કાર્યક્રમો, વિધવા બહેનો માટેની સરકારી લોન અને અન્ય લાભો માટેના કામો, વિધાર્થીઓ માટે પુસ્તકો ચોપડાઓનું મફત વિતરણ, સમાજમાં આવી પડતી દરેક પ્રકારની કુદરતી મુશ્કેલીઓના સમયમાં જરૂરતમંદ લોકોને સહાય કરવું, તેમજ સમાજના સર્વાંગી વિકાસ માટે ખડે પગે 24 કલાક સેવા આપવી જેવા કાર્યો કરવા આ સંસ્થાનો મુખ્ય હેતુ હોય છે. સ્વ. ડ઼ો કેતનભાઈ ઇન્દ્રેકર બાદ આ સંસ્થાની સંપૂર્ણ જવાબદારી તેમના સુપુત્ર અને સંસ્થાના મહામંત્રી નિમેષ ઉર્ફે પિન્ટુભાઈ કેતનભાઈ ઇન્દ્રેકર દ્વારા સંભાળવામાં આવી રહી છે. જયારે ગુજરાત ભાંતુ વિકાસ પરિષદના પ્રમુખ શ્રી વિદ્વાન એડવોકેટ પ્રદીપ બજરંગેના નેતૃત્વમાં આ સંગઠન સામાજિક સેવા આપવાનું કામ કરે છે.

છારા ભાંતુ વિમુક્તિ દિવસની ઉજવણી સાથે છારા સમાજના વિદ્યાર્થીઓના સન્માન માટે યોજાયેલા કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિ તરીકે ગુજરાત હાઇકોર્ટના નામાંકિત સરકારી વકીલ વિદ્વાન અને છારા સમાજના માર્ગદર્શક શ્રી આર સી કોડેકર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.

તમારા પોતાની અંદર છુપાયેલી શક્તિઓ ક્ષમતાને ઓળખશો તો સફળતા જરૂર મળશે :આર સી કોડેકર
ગુજરાત હાઇકોર્ટના જાણીતા અને નામાંકિત સરકારી વકીલ શ્રી આર સી કોડેકર સાહેબે મંચ ઉપરથી વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે તમે તમારી અંદર છુપાયેલી શક્તિઓ અને અંતર આત્માને ઓળખવાનો પ્રયાસ કરશો તો તમને તમારી અંદર છુપાયેલી ક્ષમતા નજરે પડશે. કોઈપણ મળતી તકને મેળવવાનો ભરપૂર પ્રયાસ કરો ને પછી જુઓ સફળતા તમારી આસપાસ હશે.
યશસ્વી જયસ્વાલ પકોડી વેચતા વેચતા બન્યો ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી : આર સી કોડેકર
એક સમયે મુંબઈમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર એક નાનો ગરીબ બાળક પકોડી વેચવાનું કામ કરતો હતો. અને જયારે સમય મળે તો પોતે પણ ક્રિકેટ રમી લેતો હતો. પરંતુ પકોડી વેચતા ગરીબ બાળકના અંદર ટેલેન્ટ છુપાયેલો હતો. એની અંદર એક આશા હતી એક ભૂખ હતી કે હું પણ સારો ક્રિકેટ રમી શકું છું. મારે પણ સારા લેવલ ઉપર ક્રિકેટ રમવું છે. નસીબ જયારે સાથ આપે અને તમે પોતે પણ મનમાં મક્કમ વિચાર બનાવીલો કે તમારે કોઈ ગોલ મેળવવું છે તો પછી વિશ્વાસ કરો એ ગોલ અચીવ કરતા તમને કોઈ રોકી ના શકે. યોગાનુંયોગ જુઓ કે જે ગરીબ બાળક ગ્રાઉન્ડની બહાર પકોડીની લારી લગાવતો અને રાત પડે ત્યારે ગ્રાઉન્ડની હદમાં ઝૂપડીમાં સુઈ જતો એ ગરીબ બાળક યશસ્વી જયસ્વાલ આજે ભારતીય ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમનો આધારભુત ઓપનિંગ બેટ્સમેન છે. આ દ્રષ્ટાંત આપી સરકારી વકીલ આર સી કોડેકર સાહેબે વિદ્યાર્થીઓને આગળ વધવાની પ્રેરણા આપી હતી.

તમારો આજ એજ તમારો ભવિષ્ય છે ,આજે ખરાબ વિચારોનો મુક્તિ દિવસ, સમાજમાં નવી ક્રાંતિ નો ઉદય જરૂરી : પ્રદીપ બજરંગે અધ્યક્ષ (ગુજરાત પ્રદેશ ભાંતુ વિકાસ પરિષદ
ગુજરાત પ્રદેશ ભાંતુ વિકાસ પરિષદના અધ્યક્ષ અને વિદ્વાન એડવોકેટ તેમજ છારા સમાજ પંચાયતના અગ્રણી સરપંચ શ્રી પ્રદીપ બજરંગે દ્વારા વિમુક્તિ દિવસ તેમજ વિદ્યાર્થીઓના સન્માન સમારોહ કાર્યક્રમ અંતર્ગત છારા સમાજમાં ચાલતી અમુક બદીઓ ને ટાંકતા જણાવ્યું હતું કે હવે સમય પાકી ગયો છે કે છારા સમાજમાં નવી ક્રાંતિનો ઉદય થાય. હવે વિકાસશીલ દેશની વિકાસની રાજનીતિ સાથે અમારા સમાજને પણ ડેવલોપ કરવો ખુબજ જરૂરી છે. કાર્યક્રમમાં હાજર વિધાર્થીઓને પોતાના સાહસિક અંદાજમાં અધ્યક્ષ પ્રદીપ બજરંગે એ કહ્યું હતું કે, “તમારું વર્તમાન જ તમારું ભવિષ્ય છે” જેથી કરીને તમે પોતાના વિચારોને મજબૂત બનાઓ. ઉચ્ચ શિક્ષા તરફ કદમ વધાવો. આજે સમાજનો વિમુક્તિ દિવસ ભલે હોય પણ આજથીજ ખરાબ વિચારોને તમારા અંદર થી વિમુક્તિ આપો.

છારા સમાજના એક ગરીબ પરિવારના દીકરાએ GPSC પરીક્ષામાં ગુજરાતમાં ટોપ કરતા છારા સમાજ ગૌરવની લાગણી અનુભવે છે :મનોજભાઈ તમાઈચી એડવોકેટ
આપને જણાવી દઈએ કે હાલમાંજ GPSC ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવી છારા સમાજના એક ગરીબ પરિવારના દીકરા નીખિલભાઈ રઘુનાથભાઈ તમંચે એ છારા ભાંતુ સમાજ માટે ઇતિહાસ સર્જી દીધો હતો. છારા સમાજના કોઈ વિદ્યાર્થીએ GPSC ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો હોવાની આ પ્રથમ ઐતિહાસિક ઘટના છે. નિખિલ તમંચેની આ પ્રસિદ્ધિના લીધે છારા સમાજના વિદ્યાર્થીઓમાં નવા પ્રાણ પૂર્યા છે. જે સંદર્ભમાં છારા સમાજના પ્રખર ધારાશાસ્ત્રી અને વિદ્વાન સરપંચ શ્રી મનોજભાઈ તમાઈચીએ વિધાર્થીઓને ભારપૂર્વક જણાવીને આહવાન કર્યું હતું કે હવે છારા સમાજ માટેના સુવર્ણ સમયનો ઉદય થઈ ગયો છે. આપ હાજર તમામ વિદ્યાર્થીઓ સંકલ્પ કરો કે આવનાર સમયમાં છારા સમાજમાંથી કોઈ દીકરો કે દીકરી IAS કે IPS બની છારા સમાજનું નામ ગર્વ થી રોશન કરે.

ગુજરાત પ્રદેશ ભાતું વિકાસ પરિષદ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવા યોજાયેલ કાર્યક્રમને સતત મહેનત અને આયોજનબંધ રીતે સફળ બનાવવા માટે ગુજરાત પ્રદેશ ભાંતુ વિકાસ પરિષદના અધ્યક્ષ પ્રદીપ બજરંગે, ઉપ પ્રમુખ શ્રી રાજેશ ગુમાને,
રાજેશ ઈન્દ્રેકર શિક્ષક,ગણેશ ઈન્દ્રેકર
નિમેષ ઉર્ફે પીન્ટુ કેતનભાઈ ઈન્દ્રેકર,નિલેશ ઘાંઘેકર, મનીષ ગારંગે, સંકેશ તુષેકર, કલ્પના કોડેકર,અજય.ડી .ઈન્દ્રેકર, રોકેશ ઇન્દ્રેકર, નશિકાન્ત માછરેકર, જીતેન્દ્ર ગારંગે, રત્નાબેન નેતલેકર મીનાબેન, દિવ્યા ગાગડેકર સહિત તમામ કાર્યકર્તાઓએ પોતાનો સિંહ ફાળો આપીને ખુબજ પ્રશંસનીય કામગીરી હાથ ધરી હતી.