


સુરત : ઓલપાડ
ખેતીવાડી ખાતા દ્વારા ખેતીના જુદા જુદા સાધનો પર સબસીડી સહાય યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે આજ રોજ તારીખ 05/06/2023 ને સોમવારના સવારે 10:30 કલાકે ikhedut portal ખુલુ મુકવામા આવેલ હતું અને વહેલા તે પહેલાના ધોરણે લાભ મળવાપાત્ર હોવાની શરત હોવાથી ખેડુત ફોર્મ ભરવા માગતા હોય તેમને વહેલી તકે ફોર્મ ભરી દેવા જણાવેલ હતું. તેમજ જેતે સાધનના ટારગેટ સામે ગામ દીઠ 110% અરજી થઈ જશે તે પછીથી જે તે સાધનમા ઓનલાઈન અરજી બંધ થઈ જશે.
આ માહિતી મળતા જ ઓલપાડ તાલુકા સહિત સમગ્ર સુરત જિલ્લાનાં ખેડૂતો ઓનલાઈન અરજી કરવા માટે પંચાયત કચેરી ખાતે પહોંચી ગયા હતા અને પોતાના ફોર્મ ભરવાની લાઇનમાં લાગી ગયા હતા.
ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતી સરકાર નું સર્વર ડાઉન થઈ જતા સબસીડીનો લાભ લેવા માટે આવેલ ખેડૂતો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા અને આખરે નિરાશ થઈ રડતા મોઢે પોતાના ઘરે ફરવાનો વારો આવ્યો હતો .ખેડૂતોનાં માટે સૂફીયાળી વાતો કરતી સરકારને ખેડૂતો માટે કોઈ ચિંતા હોય નહીં એવું લાગી રહ્યું છે.સરકારે જાહેરાત કરતા પહેલા દરેક ટેક્નિકલ બાબતે તમામ ટેસ્ટિંગ કર્યા બાદ જ જાહેરાત કરવી જોઈએ કે જેથી ખેડૂતોને હેરાન થવાનો વારો આવે નહીં.
કુદરત ઉપર આશા રાખી ખેતી કરતો ખેડૂતો જ્યારે સરકાર ઉપર ભરોસો કરે છે ત્યારે મોટે ભાગે નિરાશા જ હાથ લાગે છે.

સહકારી ખેડૂત આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે રાજ્ય સરકારને ટકોર કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા તત્કાલ ટેક્નિકલ ખામી દૂર કરવામાં આવે તથા ટ્રાયલ લઈ આવતી કાલ થી “ikhedut portal ” રાબેતા મુજબ શરૂ થાય તેવા પ્રયત્નો કરવામાં આવે જેથી ખેડૂતો તેનો લાભ લઇ શકે.