


રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
અમદાવાદના સરદારનગર વિસ્તારમાં છારા સમાજ વસવાટ કરે છે. જ્યાં 200 થી વધારે વકીલ ગુજરાત હાઇકોર્ટ અને અમદાવાદ મેટ્રો કોર્ટ ઘી કાંટા, સેસન્સ કોર્ટ, તેમજ અમદાવાદ જિલ્લા કોર્ટ મિરઝાપુરમાં વકીલાત કરે છે. જે કોઈપણ સમાજ માટે ગર્વની વાત છે.જેમાંથી એક એડવોકેટ એન્ડ નોટરી એવા અંકુર ગારંગેની આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કો-ઓપ્ટ સભ્ય તરીકે વરણી થયેલ છે. જેના લીધે છારા સમાજમાં હર્ષની લાગણી અનુભવાઈ હતી. તથા છારાનગરના તમામ વકીલ આલમમાં ખુશી જોવા મળી હતી. જેથી દેશભરમાં વસતા છારા સાંસી સમાજના લોકોએ એડવોકેટ અંકુર ગારંગે અને તેમના પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવી હતી.

તમને જણાવી દઈએ કે એડવોકેટ અંકુર ગારંગે છારાનગરના એક સામાન્ય પરિવારમાંથી આવે છે. અને તેમના પિતા અનિલભાઈ ગારંગે પણ એડવોકેટ હતા. તેમજ તેમના પરિવારમાંથી તેમના કાકા અને તેમના નાના ભાઈઓ પણ વકીલાત કરે છે. ઉલ્લેખનીય છે કે એડવોકેટ અંકુર ગારંગેના અથાગ પરિશ્રમ અને દ્રઢ ન્રિશ્ચય તથા મેટ્રો કોર્ટમાં તેમની કાર્યશેલી અને સાથી વકીલ મિત્રો સાથેના સુદ્રઢ સબંધો તેમજ તમામ સભ્યોને સહકાર આપવાની ભાવનાના લીધે અંકુર ગારંગે લોકપ્રિય પણ છે. તેમના સરળ સ્વભાવ અને અને સારા અનુભવના લીધે તેમની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કો- ઓપ્ટ સભ્ય તરીકે વરણી થતાં તેમના સાથી વકીલ મિત્રોએ તેમને ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.