અમદાવાદના વટવામા ધીંગાણુ, તલવાર, લોખંડના પાઈપ થી ત્રણ લોકો ઉપર જીવલેણ હુમલો, ઈજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં દાખલ કરાયા, વટવા પોલીસે કરી બે લોકોની અટકાયત ઇસનપુરના પોલીસકર્મીની સંડોવણી
અમદાવાદના વટવામાં એક જ સમાજના બે જૂથ વચ્ચે દહેગામના ગામ ગીજ ખાતે લગ્ન પ્રસંગમાં રાજેશ ચુનારા અને અરુણ ચુનારા વચ્ચે સોનાની ચેઈન તોડવાના આક્ષેપ બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ સમાજના આગેવાનો અને લગ્ન પ્રસંગમાં હાજર લોકોએ બંને જુથોને શાંત પાડ્યા હતા. લગ્ન પ્રસંગ પત્યા બાદ સમાધાન કરવાનું કહી પોતાના ઘરે બોલાવી અરુણ ચુનારા અને તેમના સગા વાલાએ ફરીયાદી રાજેશ ચુનારા અને તેમના ભત્રીજાઓ ઉપર જીવલેણ હુમલો કરતા નાસભાગ મચી ગઈ હતી. અને ત્યારબાદ વટવા પોલીસને જાણ થતાની સાથે મોટા કાફલા સાથે પહોંચી જઈને મામલાને શાંત પાડવાની ફરજ પડી હતી.
સમગ્ર મામલે મળતી સાચી હકીકત પ્રમાણે વટવાના મોટા ચુનારા વાસમાં રહેતા અને કલર કામ કરતા ફરીયાદી રાજેશ ચુનારાના ભાણીયા રાજ લલ્લન ના લગ્ન દહેગામ ખાતે હતા. જેથી વટવાથી જાન દહેગામ ખાતે ગઈ હતી. રાજના લગ્નનો વરઘોડો દહેગામના ગામ ગામીજ માં ફરાવી રહ્યો હતો અને ડીજેના તાલે જાનૈયાઓ ડાન્સ મસ્તી કરી રહ્યા હતા. તે દરમ્યાન જાનમાં હાજર અરુણ પરષોત્તમ ચુનારાએ ફરીયાદી રાજેશ ચુનારાની પત્નીના ગળામાંથી સોનાનો દોરો તોડવાનો પ્રયત્ન કર્યો હતો. જે રાજેશ જોઈ જતા બંને વચ્ચે બોલાચાલી અને હાથાપાઈ થઈ હતી. જેથી જાનમાં આવેલ આગેવાનો અને સગા સંબંધીઓએ લગ્ન પ્રસંગને ધ્યાનમાં રાખી જેમ તેમ બંને વચ્ચે સમાધાન કરાવી દીધો હતો.
પરંતુ અરુણ ચુનારાના મનમાં કઈ જુદુંજ ચાલી રહ્યું હતું. જેથી તેમણે રાજેશ ચુનારા અને તેમના ભત્રીજાઓ ને સાંજના સમયે પોતાના ઘરે સમાધાન કરવાનાં બહાને બોલાવ્યા હતા. જ્યારે રાજેશ ચુનારા અને તેમના ભત્રીજા મહેશ, ગૌતમ અને રમેશ મોટા ચુનારાવાસ ખાતે રહેતા અરુણના ઘરે પહોંચ્યા ત્યારે પહોંચતાની સાથે જ અરુણ અને તેના મામાં ગિરીશ ચુનારા અને અર્જુનભાઈ અને તેના દીકરા ચંદ્રકાંતે એકાએક રાજેશ અને તેમના ભત્રીજાઓ ઉપર હુમલો કરી દીધો હતો. સૌથી પહેલા ગિરીશ ચુનારા કે જે અરુણ ચુનારાના મામાં થાય છે ને તેઓ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવે છે, ગિરીશભાઈ પોતે પોલીસકર્મી હોવા છતાં કાયદા કે પોલીસનો ડર રાખ્યા વગર પોતાના હાથમાં રહેલ લોખંડનો પાઈપ ફરીયાદી રાજેશ ચુનારાના હાથમાં ફ્ટકાર્યો હતો, જેથી રાજેશના ડાબો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો. અને ત્યારબાદ જનુનિ વૃત્તિ ધરાવતા અને હુમલો કરવાની યોજના બનાવનાર મુખ્ય સૂત્રધાર અરુણ ચુનારાએ મહેશ નામના શખ્સના માથામાં તલવાર મારી દેતા તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. અને પછી અર્જુન ચુનારા અને તેના પુત્ર ચંદ્રકાંત આ બંને પણ ફરીયાદી રાજેશ અને તેમના ભત્રીજાઓને ગડદાપાટુનો માર મારતા હતા. આટલેજ નહી અટકતા ચંદ્રકાંતે સુરેશ નામના વ્યક્તિના માથાના ભાગે તલવાર મારી દીધી હતી.
વટવા વિસ્તારમાં બનેલી હુમલાની ઘટના થી લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને અરસ પરસ રહેતા લોકોમાં રીતસરનો ફફડાટ ફેલાયો હતો. અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાની જાણ વટવા પોલીસને થતાં વટવા પોલીસનો મોટો કાફલો મોટા ચુનારા વાસમાં બનેલ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘટનામાં ગંભીર રીતે ઘાયલોને 108 મારફતે તાત્કાલિક મણિનગરની એલજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ફરિયાદી અને તેમના પરિવારજનોનો આક્ષેપ છે કે વટવા પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે અને પોલીસ આ ઘટનામાં સંડોવાયેલ ઇસનપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મી ગિરીશભાઈ રમણભાઈ ચુનારાને છાવરવાનો પ્રયત્ન કરી રહી છે, અને એટલા માટેજ તેની ધરપકડ પણ કરવામાં નથી આવી રહી છે. તો બીજીતરફ આ કેસમાં તપાસ અધિકારી વટવા ચોકીના પીએસઆઈ વિક્રમ સાટીયાએ જણાવ્યું હતું કે આ ઘટનમાં પોલીસે બે હુમલાખોરોની ધરપકડ કરી લીધી છે. અને બીજા ફરાર આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. સાથે સાથે પીએસઆઈ સાટીયાએ જણાવ્યું હતું કે આ ઘટનમાં કસૂરવારો સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે આમાં કોઈને છાવરવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.
2 thoughts on “અમદાવાદના વટવામા ધીંગાણુ, તલવાર, લોખંડના પાઈપ થી ત્રણ લોકો ઉપર જીવલેણ હુમલો, ઈજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં દાખલ કરાયા, વટવા પોલીસે કરી બે લોકોની અટકાયત ઇસનપુરના પોલીસકર્મીની સંડોવણી”
Excellent performance and perfect Real publishing Mr Ritesh Parmar Reporting News Nice One our Vatva Area..
Excellent performance and perfect Real publishing Mr Ritesh Parmar Reporting News Nice One our Vatva Area..
Thanks devendra bhai patel