સિવિલ હોસ્પિટલ મારી માતા સમાન : મોદી
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના વડા તરીકે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.વી. મોદીનું રાજીનામું રાજ્ય સરકારે મંજુર કરી દીઘું છે.સમયાંતરે વિવાદમાં આવેલા ડોક્ટર જે વી મોદીએ અગાઉ પણ ત્રણ વખત રાજીનામું આપ્યું હતું પણ રાજ્ય સરકારે નામંજૂર કર્યું હતું.
એશિયાની સૌથી મોટી અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળ દરમિયાન વિવાદમા આવેલા સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.વી. મોદીનું આખરે રાજીનામું રાજ્ય સરકારે મંજુર કરી દીઘું છે. અગાઉ ત્રણ વખત રાજીનામા ધર્યાં બાદ નામંજૂર કરનાર રાજ્ય સરકારે આ વખતે રાજીનામું મંજુર કર્યું હતું.છેલ્લાં દિવસે તેઓએ સ્ટાફ સાથે ફેરવેલ કાર્યક્રમમાં ડોક્ટર જે વી મોદીએ કહ્યું હતું કે સિવિલ હોસ્પિટલ મારી માતા સમાન છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ડોક્ટર જે વી મોદી આરોગ્ય વિભાગના રાજકારણનો ભોગ બન્યા છે.સિવિલ હોસ્પિટલથી ગાંધીનગર સ્થિત આરોગ્ય વિભાગમાં બિરાજમાન ટોચના લોકોને ડૉ .જે.વી. મોદી ખટકતા હોવાની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે.