


રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
અમદાવાદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા બધા જિલ્લા કલેકટરના આજ રોજ એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.સમગ્ર રાજ્યની અંદર ખૂબ જ ઓછા વરસાદના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિને લઈને ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે. જેને લઇને ખેડૂતો, પશુપાલકો ,ખેતમજૂરો ને મદદરૂપ થવાય તેવા પગલાં સરકાર દ્વારા લેવામાં આવે તે હેતુસર વલસાડ જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જેમા તાત્કાલિક ધોરણે ખેડૂતોને , લોકોને,પશુઓને પીવાનું પાણી મળી રહે અને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ અને મુખ્યમંત્રી કિશાન સહાય યોજના અંતર્ગત સહાય કરવામાં આવે અને અન્ય પડતર માંગણી મૂકવામાં આવી હતી આગામી દિવસોમાં સરકાર દ્વારા માગણીઓ સંતોષવામાં ન આવે તો આમ આદમી પાર્ટી દ્વારા જલંદ કાર્યક્રમો યોજવાની ચીમકી જિલ્લા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ તથા અન્ય કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવી હતી.