
અમદાવાદ.28
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મ જયંતિ નિમિતે આમ આદમી પાર્ટીએ મેઘાણીનગર ખાતે આવેલી ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને સુતર અને ફૂલોના હાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પિત કરી તેની શોર્ય કવિતાનો પઠન કર્યો હતો.
ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896ના રોજ ચોટીલા ડુંગરની તળેટીમાં આવેલા દાઠા ના પોલીસ મથકમાં થયો હતો.તેમના પિતા કાલિદાસભાઈ પોલીસ જમાદાર હતા.માતા ધોળીબા હતા.તેમનું મૂળ વતન બગસરા હતું.પરંતુ પિતા પોલીસમાં હોવાથી મેઘાણી અનેક ગામડા ફર્યા હતા. મેઘાણી પોતે પોતાને ‘પહાડનું બાળક ‘ કહેતા હતા.મેઘાણીચંદ ની પ્રથમ શાળા સદરની તાલુકા શાળા હતી.ત્યારબાદ પાળીયાદ,બગસરા અને અમરેલી અને ભાવનગરમાં ઉચ્ચ અભ્યાસ કાર્યો હતો. મેઘાણીચંદનો પહેરવેશ લાંબો સફેદ કોટ,પગની પાની સુધી પોહચતુ ધોતિયું અને માથે બાંધેલો ફેંટો પગમાં સ્લીપર પહેરી રાખતા હતા.
ઝવેરીચંદ મેઘાણી યુવાનીમાં જ સમાજ સુધારાની અસર થી પ્રેરાયેલા હતા.કલકત્તા માં વસવાટ બાદ તેમના જીવનમાં ક્રાંતિકારી વળાંક આવ્યો હતો.રાજા રામમોહન રાય,ઇશ્વેરચંદ વિદ્યાસાગર,વિવેકાનંદના બંગાળથી મેઘાણીને કસુંબલ રંગે રંગાયા હતા.25 વર્ષેની ઉંમરે18 સપ્ટેમ્બર 1921ના રોજ “”આજ લખ્યા જ કરું.તેનો ઐતિહાસિક પત્ર તેના મિત્રને લખ્યું હતું.1921માં કાલકતાથી સોંરાસ્ટ પાછા ફર્યા હતા.સોરાસ્ટ છાપામાં લેખો લખતા હતા.જેમાં કુરબાની ની કથાઓ’ તેમનું પ્રથમ પુસ્તક હતું.ત્યારબાદ તેમણે અનેક કવિતાઓ લખી હતી.જે શોર્ય ગાથા હતી.
આ શ્રધાંજલિ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ જે.જે.મેવાડા,ઝોન પ્રમુખ મનોજ દરજી,કુબેરનગર વોર્ડ પ્રમુખ જ્યેન્દ્ર અભવેકર,મેહુલ પરમાર,રજનીકાંત પરમાર,રામુ પટની સહિત અનેક કાર્યકરો હાજર રહ્યા હતા.