Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રક્ષાબંધનના તહેવાર સમયે વડોદરાના 6 પીઆઈ ની આંતરિક બદલી કરવામાં આવી, જાણો કોને ક્યા મુકાયા,

Our Visitor

556233
Total Users : 556233
Total views : 556506

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

વડોદરા પોલીસ કમિશ્નર દ્વારા તહેવારોની શરૂઆત થતા પહેલા બદલીનો દોર શરૂ કર્યો હતો. આજરોજ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 6 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી હતી. જો કે, ચુંટણી પહેલા આઇપીએસની બદલી કરવામાં આવે તેવી અટકળો લાંબા સમયથી ચાલી રહી છે. પોલીસના ઉચ્ચ અઘિકારીઓની બદલી પણ હાથવેંત હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

વડોદરામાં પોલીસ કમિશ્નર ડો. શમસેરસિંઘ દ્વારા ચાર્જ સંભળ્યા બાદ ટુંકાગાળામાં કેટલાક અધિકારીઓની આંતરિક બદલી કરી હતી. જો કે ત્યાર બાદ શહેરમાં પોલીસ બેડામાં બલદીની અટકળો ચાલી રહી હતી. આજરોજ શહેર પોલીસ કમિશ્નર ડો. શમસેરસિંઘ દ્વારા 6 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના ઓર્ડર પર મહોર મારી હતી. શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

કયા પોલીસ ઇન્સ્પેક્ટરને ક્યાં મુકાયા

નામ હાલની ફરજનું સ્થળ બદલીવાળી જગ્યાનું સ્થળ

વી.એન. મહિડા રાવપુરા પોલીસ સ્ટેશન કારેલીબાગ પોલીસ સ્ટેશન

આર.એ. જાડેજા કારેલીબાગ પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચ – વડોદરા

યુ.જે. જોષી સેકન્ડ PI સીટી. પોલીસ સ્ટેશન બાપોદ પોલીસ સ્ટેશન

જે. આઇ. પટેલ લિવ રીઝર્વ પોલીસ કંટ્રોલ રૂમ મકરપુરા પોલીસ સ્ટેશન

આર.એ. પટેલ મકરપુરા પોલીસ સ્ટેશન સેકન્ડ PI એસ.ઓ.જી.

ડી.કે. વાઘેલા સેકન્ડ PI સયાજીગંજ પોલીસ સ્ટેશન સેકન્ડ PI માંજલપુર પોલીસ સ્ટેશન

તેની સાથે અન્ય પોલીસ ઇન્સ્પેક્ટરને વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર રાવપુરાનો સાર્જ પી.કે. પ્રજાપતિ, PI એમ.ઓ.બી શાખા તેમની કામગીરી ઉપરાંત સંભાળશે. PI જે. આઇ. પટેલ ને PI બાપોદ પોલીસ સ્ટેશનના વધારાના ચાર્જમાંથી મુક્ત કરાવવામાં આવે છે. ટુંક સમયમાં બદલીની જગ્યાઓ પર પોલીસ ઇન્સ્પેક્ટર ચાર્જ સંભાળશે.

શહેર પોલીસ કમિશ્નર દ્વારા અચાનક કરવામાં આવેલી બદલીને કારણે પોલીસ બેડામાં અનેક ચર્ચા અને અટકળોએ સ્થાન લીધું છે. આગામી સમયમાં વધુ બદલીઓ થઇ શકે છે તેવી નવી અટકળોએ સ્થાન લીધું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રક્ષાબંધનના તહેવાર સમયે વડોદરાના 6 પીઆઈ ની આંતરિક બદલી કરવામાં આવી, જાણો કોને ક્યા મુકાયા,

Related posts

સ્માર્ટ સિટી અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો, મહિલાઓની સુરક્ષા મજબૂત બનશે

Phone: 9998685264.

વડોદરા /2002 ના ગોધરાકાંડના માસ્ટર માઈન્ડ હાજી બિલાલનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત, હાજી બિલાલ આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો

Phone: 9998685264.

સૌથી મોટા નકસલીસ્ટ રાજ્ય છત્તીસગઢમાં અમદાવાદની મહિલા પોલીસ કર્મીઓના 15 દિવસથી ધામા, જાણો શું છે આખો ગેમ પ્લાન…

Phone: 9998685264.

Leave a Comment