


રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
અમદાવાદઃ મહિલાઓ અને યુવતીઓની છેડતીની ઘટનાઓ અમદાવાદ શહેર સહિત ગુજરાતમાં દરરોજ બનતી રહે છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મહિલાની છેડતીની ઘટના બાદ મારામારીના દ્રશ્યો સર્જાયાહતા. અહીં બ્યુટીપાર્લર સામે બેશીને આવારાતત્વો બિભત્સ ચેનચાળા કરતા હતા. જેથી મહિલાનો પતિ લુખ્ખાઓને ઠપકો આપવા ગયો હતો. જોકે ચાર લોકોએ ભેગા મળીને પતિને માર માર્યો હતો એટલું જ નહીં 13 વર્ષના દીકરાને માર મર્યો હતો. આ અંગે મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી પ્રમાણે ન્યૂ રાણીપમાં રહેતા 47 વર્ષીય સાધનાબહેન (નામ બદલેલ છે) જગતપુરમાં બ્યુટી પાર્લર ચલાવે છે. 15 ઓગસ્ટે 4 માણસો તેમના પાર્લરની સામે બેસીને સાધનાબહેનને જોઈને બીભત્સ ચેન ચાળા કરતા હતા.
સપના બહેને પતિને જાણ કરતા તે ચારેય પાસે ગયા હતા અને કહ્યું કે અહીં બેસવુ નહીં અને બીભત્સ ચેનચાળા, ઈશારા કરવા નહીં. તેમ કહેતા તે ચારેયે તેમને અને 13 વર્ષના પુત્રને માર માર્યો હતો.
બ્યુટી પાર્લરની સામે બેસી રહીને એક મહિનાથી મહિલાને બીભત્સ ચેનચાળા અને મશ્કરી કરીને છેડતી કરતા માણસો વિશે મહિલાએ પતિને ફરિયાદ કરી હતી. જેથી પતિ તે માણસોને ઠપકો આપવા જતા ચારેયે ભેગા મળી મહિલાના પતિ અને 13 વર્ષના દીકરાને માર માર્યો હતો. જેમની સામે મહિલાએ ચાંદખેડા પોલીસને ફરિયાદ કરી છે.