


રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
પૂર્વ વિસ્તારમાં જાહેરમાં છેડતી,દુષ્કર્મના બનાવો વધતા મહિલાઓની સલામતી જોખમાઇ રહી છે, વટવા વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરાને પડોશી યુવક ભગાડી ગયો હતો અને તેણી સાથે છ દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના અંગે વટવા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીએ સગીરા સાથે વાતચીત કરી ફસાવી ત્યકતા મહિલાની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી તાજેતરમાં નારોલમાં ઘરમાં ઘૂસી પડોશી યુવકે દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી હતી.
આ કેસની વિગત એવી છે કે વટવા વિસ્તારમાં રહેતી મહિલાને બે વર્ષ પહેલા પતિએ તરછોડી દીધી હતી.
શ્રમિક મહિલાની ૧૬ વર્ષની પુત્રીને પડોશમાં રહેતો યુવક અવાર નવાર ફોન પર વાતચીત કરતો હતો આમ વાતવાતમાં સગીરાને ફસાવી હતી ગઇ તા.૫ના રોજ ફરિયાદી મહિલા મજૂરી કામે ગઇ હતી ઘરે તેમની દિકરી હાજર હતી મહિલા સાંજે ઘરે આવી ત્યારે સગીરા ઘરે ન હોવાથી માતાએ શોધખોળ કરતાં પડોેશી યુવક પણ ઘરે હાજર ન હતો.
બીજીતરફ છ દિવસ બાદ અચાનક દિકરી આજે ઘરે આવી હતી અને પુત્રીએ માતાને કહ્યું કે પડોશી યુવક ભગાડીને હૈદરાબાદ ખાતે લઇ ગયો હતો અને છ દિવસ સુધી સગીરાની મરજી વિરુધઅધ તેણીની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. જેને લઇને આજે સગીરાની માતાએ પડોશી યુવક સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે તા.૨૯ના રાજ નારોલ વિસ્તારમાં યુવકે ભર બપોરે ઘરમાં ઘૂસીને પડોશમાં રહેતી ૧૫ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું, ત્યારબાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાથી ડરના માર્યા સગીરા પરિવારજનોને રજૂઆત કરી કરી શકી ન હતી. જો કે સગીરા સગર્ભા બન્યા બાદ ખબર પડતા તેની માતાએ નારોલ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.