
અહેવાલ – રીતેશ પરમાર
અસ્પૃશ્યતા દૂર કરવા ,સાંપ્રદાયિક સૌહાર્દ અને ખાદી-ચરખા જાળવી રાખજો: પિયુષ બબેલે
દેશના કેટલાંક મુઠ્ઠીભર લોકોને કારણે દેશમાં સાંપ્રદાયિક માહોલ બગડ્યો છે: ઉત્તમ પરમાર
મહાત્મા ગાંધીના વિચારને વિશ્વ અપનાવી રહ્યું છે. ગાંધી વિચાર જ દેશમાં સમાનતા, બંધુતા અને સમપ્રભૂતા લાવી શકે છે:ડૉ.મનીષ દોશી
મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સુરતના ભીમરાડ ખાતે ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધી વિચાર વિમર્શ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીજીના જીવન, સંઘર્ષ અને બલિદાનની સ્મૃતિ તાજી કરવામાં આવી હતી. કટ્ટરવાદી વિચારધારા સાથે સંકળાયેલા નાથુરામ ગોડસેએ સાંજે ૫:૧૭ મિનિટે પૂજ્ય મહાત્મા ગાંધીજી પર ગોળીબાર કરીને હત્યા કરી દેવામાં આવી હતી. વિચાર વિમર્શનાં ચાલુ કાર્યકમ બરોબર ૫.૧૭ મિનિટે સૌએ મૌન પાળીને પૂજ્ય બાપુને શ્રધ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા. ખિચોખિચ ભરાયેલા સત્યાગ્રહ સ્મૃતિ હોલમાં ગાંધીજીને યાદ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે પૂજ્ય ગાંધીજીએ ખરી આઝાદી માટે છેવાડાના માનવીની ચિંતા કરવા પ્રેરિત કર્યા હતા. જો છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચી જાય તો બાકીની વ્યવસ્થા સરળ થઈ જવાનો સુત્ર આપ્યો હતો પરંતુ કમનશીબે આપણે છેવાડાના માનવી સુધી પહોંચી શક્યા નથી.
ભારે અવ્યવસ્થાને કારણે કુંભમેળમાં મોતને ભેટેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં તેમણે ઉમેર્યું કે, મહાકુંભમાં સામાન્ય આદમીની ચિંતા કરી હોત તો નિર્દોષો મોતને ભેટ્યા ન હોત પરંતુ સરકાર તો વીઆઈપીઓની સુવિધામાં વ્યસ્ત છે જેને કારણે સામાન્ય નાગરિકોનો મરો થઈ રહ્યો છે. ગાંધીજી ગરીબના ઘરમાં જન્મ્યા હતા પરંતુ તેમણે ક્યારેય જનતા સમક્ષ પોતાની ગરીબીનું પ્રદર્શન કર્યું ન હતું. તેમણે ક્યારેય નહોતું કહ્યું કે તે ગરીબના ઘરમાં જન્મ્યા છે. પૂજ્ય બાપુના સ્વપ્નનું ભારત બનાવવા આપણે સૌ પ્રયત્નશીલ રહીએ. મહાત્મા ગાંધીને કોટી કોટી નમન અને દેશ માટે શહીદ થનાર સૌ શહીદોને પણ કોટી કોટી નમન.
મહાત્મા ગાંધી વિચાર વિમર્શના કાર્યક્રમને સંબોધન કરતા જાણીતા લેખકશ્રી પિયુષ બબેલેએ જણાવ્યું હતું કે દેશની લોકશાહીને જાળવવા સમાનતાના મુલ્યો માટે જ ગાંધીજીએ જીવન સમર્પિત કર્યું હતું. ચરખા અને ખાદી થકી તેઓ દેશમાં ગરીબી નાબુદ કરવાની દિશામાં આગળ વધવાનું કામ કરી રહ્યાં હતા. આઝાદીની ચળવળ સમયે જ્યારે ગાંધીજી લોકોના હીરો બની ગયા હતા તો લોકોએ તેમની પ્રતિમાઓ અને તસવીરો બનાવવા માંડી અને લગાડવા માંડી ત્યારે ગાંધીજીએ ત્રણ કામ કરવાની લોકોને સૂચન કર્યું હતું. જેમાં સૌપ્રથમ તો સમાજમાં ફેલાયેલી અસ્પૃશ્યતા દૂર કરવામાં આવે એટલે કે ગરીબ-પછાત વર્ગના લોકોને પણ યોગ્ય અધિકાર અને પ્રાથમિકતા આપવા પર તેમણે ભાર મુક્યો, સાંપ્રદાયિક સૌહાર્દને જાળવી રાખવા દરેક ધર્મનું સમાન સન્માન કરવા પ્રેર્યા હતા અને ખાદી અને ચરખાને બચાવીને રાખવાનું જરૂરી છે. પૂજ્ય બાપુના વારસાને જાળવી રાખજો તો દેશમાંથી ગરીબી, બેકારી અને આર્થિક અસામનતાને ઘટાડી શકાશે.
પૂજ્ય બાપુના વિચારોને રજૂ કરતાં શ્રી ઉત્તમ પરમાર એ જણાવ્યું હતું કે દેશના કેટલાંક મુઠ્ઠીભર લોકોને કારણે દેશમાં સાંપ્રદાયિક માહોલ બગડ્યો છે. હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનશ્ય ફેલાય તે માટે સતત ષડયંત્ર ચાલ્યા કરે છે. આરએસએસની વિચારધારાએ પૂજ્ય ગાંધીની હત્યા કરી હતી. હત્યારો હોય એ પોતાને સાચો સાબિત કરવા સતત મથતો હોય છે. ભારતમાં હજારો વર્ષથી જે મનુસ્મૃતિની ગુલામી ભોગવતા હતા તેવા ગુલામોને ગાંધીજીએ સમાન નાગરિકતા, સમાન અધિકાર અને સમાન ભાગીદારી આપી એ માટે મહાત્મા ગાંધીજીને હત્યા કરવામાં આવી હોવાનું પ્રખર ગાંધીવાદી ઉત્તમભાઈ પરમારે ખુલામંચથી કહ્યું હતું. મહિલાઓ આગવી હરોળમાં બેસે અને પછાત સમાજના લોકો સતત પ્રગતિ કરી રહ્યાં છે એ આરએસએસને ગમતું નથી.
મહાત્મા ગાંધી ફોરમ ફોર ઇકવાલીટી આયોજિત મહાત્મા ગાંધી વિચાર વિમર્શ કાર્યક્રમના સંયોજક અને ગુજરાત કોંગ્રેસના મુખ્યપ્રવકતા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે સમગ્ર કાર્યક્રમ પૂજ્ય મહાત્મા ગાંધીજીના વિચારોને વધુમાં વધુ લોકો સુધી પહોંચે એ ઉદ્દેશ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીના વિચારને વિશ્વ અપનાવી રહ્યું છે. ગાંધી વિચાર જ દેશમાં સમાનતા, બંધુતા અને સમપ્રભૂતા લાવી શકે છે. મહાત્મા ગાંધી વિચાર વિમર્શ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગાંધી વિચારક, ડોક્ટર્સ, વકીલશ્રીનું વિવિધ શ્રેત્રનાં પ્રોફેશનલ ઉપસ્થિતિ રહ્યા હતા. દેશમાં પ્રેમ, સદભાવના, ભાઈચારો અને કરુણા દ્વારા ભારતીયોના જીવનમાં બદલવાનું માધ્યમ બને એ જરૂરી છે. સ્વતંત્રતાની તેમની વિભાવનાના સામાજિક અને આર્થિક પરિમાણ પર પ્રકાશ પાડતા, પૂજ્ય બાપુએ જણાવ્યું હતું કે “જ્યાં સુધી એક વર્ગ બીજા પર પ્રભુત્વ ધરાવે છે, જ્યાં સુધી ગરીબ ગરીબ રહેશે અથવા ગરીબ બનશે ત્યાં સુધી સ્વરાજ નહીં આવે.” ગાંધી નિર્વાણ દિવસે પૂજ્ય બાપુને શત શત નમન કરીએ છીએ.
ભીમરાડ ખાતે સત્યાગ્રહ સ્મૃતિ હોલમાં આયોજિત મહાત્મા ગાંધી વિચાર વિમર્શ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખશ્રી ઈન્દ્રવીજયસિંહ ગોહિલ, શ્રી કાદિર પીરઝાદા, એઆઈસીસીના સેક્રેટરીશ્રી આનંદ ચૌધરી,પ્રદેશ લીગલ સેલના ચેરમેન યોગેશ રવાણી,પ્રદેશ પ્રવકતા શ્રી નૈષદ દેસાઈ, શ્રી હિરેન બેન્કર, સુરત શહેર પ્રમુખ શ્રી ધનસુખ રાજપુત, જાણીતાં વકીલ અને વિભાગીય પ્રવકતા શ્રી ઝમીર શેખ, સુરત શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખશ્રી વિપુલ ઉધનાવાલા, શ્રી દિનેશ સાવલિયા સહિત
જાણીતાં સમાજસેવક અને ગાંધીવાદી શ્રી આનંદભાઈ ચોખવાલા, શ્રી પરિમલ દેસાઈ, શ્રી બળવંત પટેલ, શ્રી કિશોરભાઈ દેસાઈ, શિક્ષણ ક્ષેત્રના શ્રી મોહનભાઈ પટેલ, શ્રી અતુલ પાઠકજી, શ્રી સત્યકામ જોશી સહિત મોટી સંખ્યામાં એડવોકેટ, પ્રોફેસર, વિવિધ શ્રેત્રના નિષ્ણાતો, યુવાનો, કોંગ્રેસ પરિવારજનો અને ગાંધી વિચારકો ઉપસ્થિત રહ્યા હતા.