
અહેવાલ – રીતેશ પરમાર, અમદાવાદ
છારા સમાજમાં સમૂહ લગ્નમાં જુદા જુદા રાજ્યોમાંથી માનવ મહેરામણ ઉમટ્યું
છારા સમાજના ભૂતપૂર્વ જજ મનોજ ઇન્દ્રેકર પણ ડીજે ના તાલે ઝૂમ્યા
એક સાથે 11 વરઘોડા નીકળતા અરસ પરસમાં વસતા અન્ય સમાજના લોકો પણ ખુશીથી ગદગદ થયા
છારા સમાજનો સમૂહ લગ્ન જાણે કોઈ ધાર્મિક તહેવાર હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા
સમૂહ લગ્નના મુખ્ય અથિતિ તરીકે રબારી સમાજના આગેવાન તેમજ ઇન્દ્રોડા ગામના વિહતધામના પરમ પૂજ્ય ભુવાજી શ્રી બળદેવભાઈ રબારી કાર્યક્રમમાં હાજર રહ્યા
અમદાવાદ,
આજના યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બને છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીંસ વધતી જાય છે. દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે, તેથી આ સમયમાં સમૂહ લગ્ન એ આશિર્વાદc સમાન હોય છે.
જેથી છારા સમાજના સેવાભાવી સંગઠન શ્રી વિહતકૃપા નવયુવક મંડળ દ્વારા સતત ત્રીજો છારા ભાંતુ સમાજનો સમૂહ લગ્ન યોજાયો હતો. જેમાં 11 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ શુભ પ્રસંગે છારા સમાજમાં ખુશીની લહેર જોવા મળી હતી.

આપને જણાવી દઈએ કે, 26 જાન્યુઆરીના શુભ અવસર ઉપર છારા સમાજના સેવાભાવી સંગઠન શ્રી વિહતકૃપા નવયુવક મંડળ અને છારા સમાજના આગેવાનો, પંચાયત સંગઠનો, વેપારીઓ, વકીલ મિત્ર મંડળ અને નાના મોટા સેવાભાવી દાતાઓના સાથ સહકારના લીધે સતત ત્રીજા સમૂહ લગ્નનું આયોજન હાથ ધરવામાં આવ્યો હતો. આ શુભ અને પવિત્ર અવસરમાં ગુજરાત તથા ભારત દેશના જુદા જુદા 11 રાજ્યોમાં વસતા છારા ભાંતુ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ 11 નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા.
પ્રખર ધારા શાસ્ત્રી અને છારા સમાજના વિદ્વાન સરપંચ શ્રી પ્રદીપ બજરંગે દ્વારા છારા સમાજના લોકોને ખુબજ ઉપયોગી સંદેશ….. જુઓ વિડીયો
માતા પિતા અને પરિવાર માટે સંતાનના લગ્ન એક મોટો ઉત્સવ હોય છે. પરંતુ, મોંઘવારીમાં લગ્ન ઉત્સવ એ ખૂબ ખર્ચાળ છે. રૂઢિગત માન્યતાઓ, ખોટા રીતરિવાજો, ફેશન અને દેખાદેખીને કારણે મોટા ખર્ચા થાય છે. જમણવાર, ડેકોરેશન, બેન્ડવાજા, અને ઘરેણાની ખરીદી સહિતની લાંબી યાદી હોય છે. આ ખર્ચા માટે ગરીબ કે મધ્યમ વર્ગને માથે દેવું કરવું પડે છે. એક અંદાજ પ્રમાણે 80 ટકા લગ્નમાં વર તથા કન્યાના પિતાએ માથે દેવું કરી પ્રસંગ કરવો પડે છે. આ મોંઘવારી અને મર્યાદિત કમાણીમાં લગ્ન માટે માથે કરેલું દેવું વર્ષો સુધી ચૂકતે થતું નથી. વ્યાજ અને દેવાંના ટેન્શનમાં પ્રગતિ રૂંધાય છે. સામાજિક પ્રશ્નો ઊભા થાય છે. પરિણામે પરિવાર સુખી થવાને બદલે ઢસરડા કરતું થાય છે. લોકો લગ્ન પાછળ ખોટા ખર્ચા ન કરે તથા સામાજિક જાગૃતિ લાવવા માટે જ્ઞાતિ સંગઠનોએ સમૂહ લગ્નોત્સવની શરૂઆત કરી છે. ખરેખર સમૂહલગ્નોત્સવ એ સામાજિક જાગૃતિ માટે એક શ્રેષ્ઠ માધ્યમ છે. ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ છે.
વરિષ્ઠ એડવોકેટ અને છારા સમાજના સેવક અને મુખ્ય સરપંચ મનોજ તમાયચી દ્વારા છારા સમાજની જનતાને સમુહ લગ્ન તરફ જોડાવવા આહવાન….. જુઓ વિડીયો
વર્ષો પહેલાં વધુ સંતાનો અને ગરીબાઈને કારણે એક સાથે બે-ત્રણ ભાઈ બહેનોના લગ્ન થતાં જે સમૂહલગ્નનો એક પ્રકાર છે. વર્ષો પહેલાં ઘણા ગામડાઓમાં એક જ દિવસે કન્યાઓના લગ્ન રાખવામાં આવતા હતા. ધીરે ધીરે સમય બદલાયો.. હવે બાળ વિવાહ સદંતર બંધ છે. સંતાનો પણ એક કે બે હોય છે. ફેશન અને દેખાદેખીના કારણે લગ્ન હવે ખર્ચાળ થવા લાગ્યા છે. આર્થિક રીતે સંપન્ન પરિવારો મોટા ખર્ચા કરી ધામધૂમથી લગ્ન કરે તે સ્વીકારી શકાય. પરંતુ, આર્થિક રીતે મુશ્કેલી અનુભવતા પરિવારો લગ્ન પાછળ દેવું કરીને ખોટા ખર્ચ કરે તે ખરી સમજણ નથી. દરેક સમાજને પોતાની રૂઢિ કે માન્યતાઓ હોય છે, નવા-નવા રિવાજો નીકળતા જાય છે. જો સામાજિક જાગૃતિ લાવવામાં ન આવે તો ખર્ચાળ સંસ્કૃતિ ઊભી થાય છે તેથી સમયની સાથે જીવવા માટે સમયની સાથે બદલાવું પડે…તે માટે સેવાભાવી સંગઠનો કે જ્ઞાતિ સમાજની સંસ્થાઓ સામાજિક બદલાવના ભાગરૂપે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવું ખુબજ જરૂરી બન્યું છે.
છારા સમાજમાં સમૂહ લગ્ન કરાવવાનો સૌ પ્રથમ વિચાર વિદ્વાન વકીલ અને છારા સમાજની પંચાયતના પ્રમુખ મુકેશભાઈ ઉર્ફે મુખી તમાયચી દ્વારા કરવામાં આવ્યો હતો. …..
વર્તમાન સમયે યોજાતા સમૂહલગ્નોત્સવની શરૂઆત ક્યારે અને ક્યાંથી થઈ ? તેની ચોક્કસ માહિતી નથી. પરંતુ, મૌખિક માહિતી પ્રમાણે સમૂહલગ્નની શરૂઆત અમરેલી પાસેના બગસરા ખાતેથી થઈ છે. અરજણ બાપા માંગરોળિયાએ 80ના દાયકામાં પટેલ સમાજની દીકરીઓ માટે સમૂહલગ્ન સમારોહની શરૂઆત કરી હતી. ત્યાર પછી પટેલ સમાજ સુરત, અમદાવાદ અને અનેક સ્થળે સમૂહલગ્નોત્સવનું મોટેપાયે આયોજન કરતા આવ્યા છે. આ પ્રસંગની પ્રેરણા લઈ છારા સમાજમાં વસતા એક વરિષ્ઠ વકીલ તેમજ છારા સમાજના પ્રાણ પ્રશ્નો માટેના લડવૈયા શ્રી મુકેશભાઈ ઉર્ફે મુખી તમાયચી દ્વારા છારા સમાજમાં પણ સમૂહ લગ્ન કરવાનો સૌ પ્રથમ વિચાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મુકેશભાઈ તમાયચીના આ વિચારનો અમલ શ્રી વિહતકૃપા નવયુવક મંડળ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.તેના થકી છારા સમાજમાં 26 મી જાન્યુઆરી 2025 ના રોજ ત્રીજા સમૂહ લગ્નનો આયોજન હાથ ધરવામાં આવ્યો હતો. અને આ સમૂહ લગ્ન ખુબજ શાંતિ અને સફળ રીતે સંપન્ન થયો હતો.
સમૂહ લગ્ન કરાવનાર શ્રી વિહતકૃપા નવયુવક મંડળ કમિટી

૨૬ જાન્યુઆરીના ઐતિહાસિક શુભ તહેવાર પર ગુજરાતના અમદાવાદમાં છારા ભાંતુ સમુદાયમાં એક ઐતિહાસિક સમૂહ લગ્ન પ્રસંગ યોજાયો હતો. આ પવિત્ર પ્રસંગમાં ગરીબ છોકરીઓના લગ્ન ખૂબ જ ધામધૂમથી તેમજ કોઈ પૈસા લીધા વિના કરવામાં આવ્યા હતા. અહીંના સમાજ પ્રેમી લોકોએ દીકરીઓને મદદ કરી હતી. જ્યારે અમદાવાદના છારા સમાજના સામાજિક કાર્યકર વિમલ કોડેકર અને તેમના જૂથ વિહતકૃપા નવયુવક મંડળના યજ્ઞેશ કોડેકર, તુલસી ગુમાને, મોહન બજરંગે પ્રવીણ ગુમાને દ્વારા તેમને ખાસ ટેકો આપ્યો હતો. સામાજિક સેવાભાવી કાર્યકર સુધીર તમાયચે, જગદીશ બજરંગે કૈકેશ ઘાસી, મુકેશ તમાયચી અને છારા સમાજ પંચાયત સંગઠનો, કલ્પના ગાગડેકર મહિલા ટીમ, માતા રાણી ગ્રુપ, મામા ગ્રુપ, નવખોલી ગ્રુપ અને અન્ય લોકોએ તેમના દયાળુ હાથે મદદ કરી હતી.
26 જાન્યુઆરીના રોજ સમૂહ લગ્ન સમારોહ તરીકે યોજવામાં આવ્યો હતો જેમાં દરેક લગ્ન માટે ઓછામાં ઓછા 100 રૂપિયાથી 11 લગ્નો કરવામાં આવ્યા હતા. નવયુગલને પલંગ, ટીવી, ફ્રિજ અને કપડાં તેમજ જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.આ રીતે, દરેક યુગલને ૩ થી ૪ લાખ રૂપિયાની વસ્તુઓ આપવામાં આવી હતી. આ સમૂહ લગ્ન પ્રસંગમાં આશરે પાંચ હજાર લોકોનું જમણવાર રાખવામાં આવ્યું હતું. છારા ભાંતુ સાંસી સમાજ વિકાસ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જયરાજ ભાટ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના છારા સમાજના ઉદાર સમાજ સેવક વિમલ કોડેકર, યજ્ઞેશ કોડેકર અને તેમના બધા સાથીઓને સમાજના આગેવાનો અને સમાજના લોકો દ્વારા હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.