
અહેવાલ – રીતેશ પરમાર
અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર શ્રી જી એસ મલિક ખુબજ ઈમાનદાર અને મહેનતુ અધિકારી છે. તેઓ સતત અમદાવાદ પોલીસને પ્રજાલક્ષી ફરજ પ્રત્યે સમજણ આપી રહ્યા છે. પોલીસ કમિશ્નર જી એસ મલિક અમદાવાદ શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ડામી દેવા સતત પ્રયત્નશીલ જોવા મળે છે. તેમના માર્ગદર્શનમાં પ્રજામાં પોલીસની છબી સુધરે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. છતાં પણ કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા જાણે કે નહીં સુધરવાની હઠ પકડી હોય તેમ લાગી રહ્યું છે. દિવસેને દિવસે પોલીસ કર્મચારીઓ લાંચ લેતા ઝડપાય છે. ત્યારે વધુ એક પોલીસ કોન્સ્ટેબલ રૂપિયા 65 હજારની લાંચ લેતા ઝડપાયો છે. જો કે આ પોલીસ કોન્સ્ટેબલ કોઈ પોલીસ સ્ટેશન કે ટ્રાફિક વિભાગમાં નહીં પરંતુ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચમાં ફરજ બજાવતો હતો.
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક શખ્સે ફરિયાદી પાસે તેમના મિત્રો સાથે જુગાર રમવાની વાત આરોપીને જાણ થઈ હતી. જેથી આરોપીએ ફરીયાદી પાસેથી તેમની તથા તેમના મિત્રો વિરૂધ્ધ જુગારનો કેસ નહીં કરવા, સરધસ નહીં કાઢવા તથા માર નહી મારવા બાબતે આ કામના પ્રથમ રૂપિય ચાર લાખની લાંચની માંગણી કરી હતી. પરંતુ ભારે રકઝકાના અંતે એક લાખ રુપિયા નકકી કરવામાં આવ્યા હતા.
આરોપીએ ફરીયાદી પાસેથી જે તે સમયે રૂ.૩૫૦૦૦ લઈ લીધા હતા. અને બાકીના રૂ.૬૫૦૦૦ની લાંચની માંગણી ચાલુ રાખી હતી. પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હતા. જેથી તેમણે એ.સી.બીનો સંપર્ક કરી ફરીયાદી આપી હતી અને તેમની ફરીયાદના આધારે આજ રોજ ફરિયાદીની મદદથી વોચ ગોઠવી 27 વર્ષીય આરોપી અમનકુમાર સંજયકુમાર ચૌહાણને ઝડપી પાડવામાં આવ્યો છે.