
અહેવાલ – રીતેશ પરમાર
જામનગર –
કાલાવાડમાં પ્રેમપ્રકરણના કારણે પતિ ,પત્નિ અને પુત્રીનું બોલેરો કારમાં અપહરણ કરી અપહરણકારો ભાગી છુટ્યા હતા.જામનગરના ધુનધોરાજી ગામમાંથી ત્રણ લોકોનું અપહરણ કરી ભાગી છુટેલી એક મહિલા સહિત પાંચ શખ્સોને જરોદ પોલીસે ઝડપી લીધા હતા.અપહ્રુતોને મધ્યપ્રદેશ લઈ જવાય તે પહેલાં જ પોલીસની સતર્કતાના કારણે અપહરણકારોનો છુટકારો થયો હતો.
જામનગરના ધુનધોરાજી ગામના ગીરીશ વિરાણીની વાડી પર કૈલાસભાઈ સોલંકી તેમના પરિવાર સાથે રહે છે.જે પરિવાર ખેત મજુરી કરી જીવન ગુજારો કરે છે.
બન્યું એવું કે બાજુની વાડીમાં કામ કરતા વિક્રમ રામસીંગ દેસાઈની બહેન ઝીંગલી અને કૈલાસભાઈ ના સાળા દિનેશ વચ્ચે અવારનવાર મુલાકાતો થતી હતી.જે મુલાકાતો અંતે પ્રેમમાં પરિણમી હતી.5 જાન્યુઆરીના રોજ સવારે વિક્રમ અને તેનો સાથીદાર કૈલાસભાઈની વાડી પર આવ્યો હતો.જેણે ગુસ્સે થઈને કૈલાસભાઈને ધમકીઓ આપી કે તારો સાળો દિનેશ મારી બહેન ઝીંગલીને ઉપાડી ભાગી ગયો છે.તું અમને તારા સાળાનો એડ્રેસ અને નંબર આપ. પરંતુ કૈલાસભાઈ પાસે તેના સાળાની કોઈ જાણકારી ના હોવાના કારણે માહિતી આપી ન હતી. જેથી વિક્રમ અને તેના સાગરીતોએ કૈલાસભાઈ,તેમના પત્નિ ઉષા અને પુત્રી નિશાને બળજબરી કરી ધક્કો મારીને બોલેરો ગાડીમાં બેસાડી દીધા હતા.
પ્રેમ પ્રકરણના કારણે પતિ,પત્નિ અને પુત્રીનું અપહરણ કરી બોલેરો ગાડી પુરઝડપે ચલાવી અપહરણ કરીને અપહરણકારો ભાગી છુટ્યા હતા.

પોતાની વાડીએથી ત્રણ લોકોનું અપહરણ કરાયું હોવાની જાણ થતાં જ સુનિલ ભીલે તુરત જ ગીરીશભાઈને ઘટનાની જાણ કરી હતી. અને ત્યારબાદ ગીરીશભાઈએ કાલાવાડ પોલીસને ઘટનાની જાણ કરી હતી. જાણકારી મળતાની સાથે પોલીસ કાલાવાડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નિખિલ ડાભીએ ત્વરીત ઝડપે ફરિયાદ નોંધી હતી.ત્રણ લોકોનું અપહરણ કરી ભાગી છુટેલા અપહરણકારોને ઝડપી લેવા રાજ્યભરની પોલીસને મેસેજ કર્યો હતો.

ત્રણ લોકોના અપહરણની ઘટનાનો સંદેશો મળતાં જ ઘટના ની ગંભીરતા દાખવી વડોદરા જીલ્લાના જરોદ પોલીસ સ્ટેશનના બાહોશ અને નીડર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એ બારોટે તુરત જ પોતાના પોલીસ સ્ટાફને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી પોલીસને સતર્ક કરી હતી.વડોદરા-ભરુચ રોડ પરથી પસાર થતા તમામ વાહનોનું સઘન ચેકીંગ કરવા અને નાકાબંધી કરવી આદેશ આપ્યો હતો.પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એ બારોટ સાહેબના જરૂરી આદેશ બાદ જરોદ પોલીસ હરકતમાં આવી ગઈ હતી.
દરમિયાનમાં જરોદની રેફરલ ચોકડી પાસેથી એક શંકાસ્પદ બોલેરો ગાડી પસાર થતી હતી.જે બોલેરોને પોલીસ ટીમે આંતરી ઉભી રખાવતાં જ બોલેરો માંથી ચાર શખ્સ અને એક મહિલા ઉતરીને ભાગી છુટ્યા હતા.એકપણ ક્ષણનો વિલંબ કર્યા વગર પોલીસ ટીમે દોડીને બોલેરોમાંથી ઉતરી ભાગી છુટેલા ચાર પુરુષ અને એક મહિલાને ઝડપી લીધાા હતા.પોલીસે બોલેરોમાં તલાશી લેતાં તેમાંથી એક પુરુષ અને બે મહિલા મળી આવી હતી.જેમની પુછપરછ કરતાં તેમણે પોલીસને તેમનું ધુનધોરાજીથી અપહરણ કરાયું હોવાનું જણાવ્યું હતું.
ત્રણ લોકોનું અપહરણ કરી મધ્યપ્રદેશ લઈ જવાય તે પહેલા જ જરોદ પોલીસની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના બનતી અટકી ગઈ હતી.અપહરણકારો ઝડપાઈ ગયા અને ત્રણ અપહ્રુતોનો હેમખેમ છુટકારો થયો હોવાની જાણ થતાં જ વડોદરા જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોલીસ ઈન્સ્પેક્ટર જે એ બારોટ અને ટીમને અભિનંદન આપ્યા હતા.કામગીરીને બીરદાવી હતી.

આ ઘટના અંગે જરોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે એ બારોટે કાલાવાડ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર નિખિલ ડાભીને જાણ કરતાં કાલાવાડ પોલીસે હાશકારો અનુભવ્યો હતો.અપહરણ કરનાર વિક્રમ રામસીંગ માવી ( રહે.અડવાડા,આમ્બુવા,મધ્યપ્રદેશ ),સમસેર પારમસીંગ માવી,ગુડ્ડુ માવી ,ગનુ રંગસીંગ માવી અને ગીતા અર્જુન ઠાકરેની વિધિવત રીતે ધરપકડ કરી કાલાવાડ પોલીસને સોંપ્યા હતા.
અપહરણ કરનાર વિક્રમની પુછપરછ કરતાં ચોંકાવનારી કબુલાત કરી હતી કે તેની બહેન ઝીંગલી સાથે કૈલાસભાઈના સાળા દિનેશ સાથે પ્રેસ સંબંધો કેળવાયા હતા.ઝીંગલી અને દિનેશ ભાગી છુટતાં તેમને શોધવા માટે જ ત્રણ લોકોનું અપહરણ કર્યું હતું.વિક્રમે ત્રણ લોકોનું અપહરણ કરવા માટે ગુડ્ડુ,ગનુ,સમસેર અને ગીતાને રુપીયા આપવાની લાલચ હતી.ત્રણ જણાંનું અપહરણ કરા મધ્યપ્રદેશમાં તેના ગામમાં એક ઓરડીમાં ગોંધી રાખવાનો પ્લાન હતા.જ્યાં સુધી તેની બહેન ઝીંગલી પરત ન આવે ત્યાંં સુધી ત્રણેયને ગોંધી રાખવાના હતા.