Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

કચ્છ /મેલડી માના મંદિરમાંથી ૬ લાખના સોના ચાંદીના આભૂષણો ચોરાતાં માઇભક્તોમાં રોષ…

કચ્છ /મેલડી માના મંદિરમાંથી ૬ લાખના સોના ચાંદીના આભૂષણો ચોરાતાં માઇભક્તોમાં રોષ…

Our Visitor

562912
Total Users : 562912
Total views : 564629

કચ્છ /મેલડી માના મંદિરમાંથી ૬ લાખના સોના ચાંદીના આભૂષણો ચોરાતાં માઇભક્તોમાં રોષ…

અહેવાલ – રીતેશ પરમાર

શિયાળાની ઠંડી વચ્ચે કચ્છના વાગડમાં પ્રસિદ્ધ મેલડી માતાનું મંદિર નિશાચરોના નિશાને ચઢતાં માઈભક્તોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. મુરલીધર વાસમાં આવેલા મેલડી માતાના મંદિરની સેવા પૂજા કરતાં ૭૮ વર્ષિય ભજુભાઈ રબારીએ આડેસર પોલીસને જણાવ્યું હતું કે, ગત સાંજે સાડા છ વાગ્યે આરતી કરી ત્યારે માતાજીને પહેરાવાયેલાં તમામ આભૂષણો જોવા મળ્યાં હતાં.

સૂર્યાસ્ત બાદ તેઓ જમવા માટે ઘરે ગયા અને પરત રાત્રે નવ વાગ્યે મંદિરે આવીને ઊંઘી ગયા હતા. પરોઢે પાંચ વાગ્યે ઉઠીને મંદિર ખોલવા ગયા ત્યારે મંદિરને મારેલાં તાળા તૂટેલાં જોવા મળ્યાં હતાં. તસ્કરો મંદિરમાંથી માતાજીને પહેરાવેલો અઢી લાખની કિંમતનો સોનાનો હાર અને ઝુમખો, પચાસ હજારની કિંમતની સોનાની ચેઈન અને પેન્ડેન્ટ, પચાસ હજારના મૂલ્યનું સોનાનું પગલું, સોના અને ચાંદીના છત્તર વગેરે મળી છ લાખ રૂપિયાના મૂલ્યના આભૂષણો શણગાર વગેરે ચોરી ગયાં હતાં.

સીસીટીવી કેમેરા ચેક કરવા પ્રયાસ કરતાં તસ્કરો ડીવીઆર પણ ચોરી ગયાં હોવાનું સ્પષ્ટ થયું હતું.
મંદિર ચોરીની ઘટના અંગે આડેસર પોલીસે તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

કચ્છ /મેલડી માના મંદિરમાંથી ૬ લાખના સોના ચાંદીના આભૂષણો ચોરાતાં માઇભક્તોમાં રોષ…

Related posts

મુંબઈ / રાતના અંધારામાં મહિલાની જાહેરમાં કરાઈ હત્યા! પહેલાથી જ રાહ જોઈને બેઠો હતો હત્યારો, છરીના ઉપરા છાપરી ઘા મારી કરી હત્યાં, મુંબઈ પોલીસનો ખુલાસો, આવો કોઈ બનાવ મુંબઈમાં નથી બન્યો, જુઓ વિડીયો

Phone: 9998685264.

અમદાવાદના નરોડા વિસ્તારમાં 6 મહિના અગાઉ ચોરી થયેલા બે વાહનોનો ભેદ ઉકેલી નાખતી નરોડા પોલીસ! 2 ટુ વ્હિલર અને એક વાહનચોર સાથે કુલ 1,10.000 નો મુદ્દામાલ ઝડપી પાડીને પ્રસંશનીય કામગીરી કરી

Phone: 9998685264.

અંકલેશ્વર નોબેલ સ્ટીલ ખાતે 77 માં સ્વત્રંત દિવસ ની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી

Phone: 9998685264.

Leave a Comment