
અહેવાલ- રીતેશ પરમાર
31 st ડિસેમ્બરને ગણતરીની કલાકો બાકી છે ત્યારે અમદાવાદ શહેરનાં ઝોન -4 માં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવો ના બને તેને ધ્યાનમાં રાખી અમદાવાદ ઝોન- 4 ડિસિપી શ્રી ડો. કાનન દેસાઈએ ઝોન 4 માં લગતા તમામ સાત પોલીસ સ્ટેશન હદ વિસ્તારોમાં જેમાં દરિયાપુર, મેઘાણીનગર, શાહીબાગ, એરપોર્ટ, સરદારનગર, નરોડા તેમજ કૃષ્ણનગરમાં પોલીસનાં મોટા કાફલા સાથે ક્રોસ રેડ કરી હતી. આ રેડ દરમ્યાન ઝોન – ડિસિપી ડો. કાનન દેસાઈ પોતે હાજર રહી સમગ્ર વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં સરદારનગર વિસ્તારમાં મોડી રાત્રે અચાનક રેડ થતા બુટલેગરો પોતાના ઘર છોડીને અન્ય સ્થળે ભાગવાનું શરુ કર્યું હતું.હિસ્ટ્રીશીટર ગુનેગારોનાં ઘરે સરપ્રાઈઝ ચેકીંગ કરાતા ગુનેગારોમાં રીતસરનો ફફડાટ ફેલાયો હતો.
જુઓ વિડીયો- દારૂ બનાવવાના વોશનું નાશ
શહેરમાં ગુનાખોરી વખરતાં પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ રાત્રીના સમયે કોમ્બિંગ કરી રહી છે. મંગળવારે રાત્રે જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ નિરજ બડગુજર, ઝોન 4 ડીસીપી કાનન દેસાઈ તથા ઝોન 4ના તાબામાં આવતા પોલીસ ઈન્સ્પેક્ટર સહિત 200થી વધુ પોલીસ કર્મીઓ સાથે કોમ્બિગ હાથ ધર્યું હતું. દરિયાપુર, શાહીબાગ, સરદારનગર, નરોડા, મેઘાણીનગર, કૃષ્ણનગર અને એરપોર્ટ વિસ્તારમાં મોડી રાત્રે કરેલી રેડની કામગીરી દરમિયાન પોલીસે પ્રોહિબિશનના 23 કેસ, હથિયાર સાથે રાખતા હોવાના 19,409 વાહનો ચેક કરીને 28 વાહનો ડિટેઈન, 33 હિસ્ટ્રીશિટરની તપાસ, મિલકત અને શરીર સંબંધિત ગુનાના 66 આરોપીની પોલીસે તપાસ કરી હતી. બીજી તરફ કૃષ્ણનગર વિસ્તારમાંથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલા એક આરોપીની ધરપકડ કરી હતી. નરોડા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં છ મોબાઈલ, રોકડ, વાહન સહિત 1.08 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદ શહેરમાં ઝોન-4માં ડીસીપી ડૉ.કાનન દેસાઈ ના તાબામાં આવતા સાત પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આગામી 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખતા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 724 વાહનોની તપાસ કરવામાં આવી હતી અને 18 વાહન ચાલકોને દંડ ફટકારી 17700 રૂપિયાની દંડની વસૂલાત કરવામાં આવી હતી. આ સાથે જ 18 વાહનોને ડિટેઇન પણ કરવામાં આવ્યા હતા.