
અહેવાલ – રીતેશ પરમાર
અમદાવાદના ઘાટલોડીયામાં રહેતા અને શેરમાર્કેટ તથા હીરા દલાલી નો વેપાર કરતા વેપારી પર 4 લાખ વ્યાજ પર લીધા હતા, વ્યાજખોરે વેપારીને અવારનવાર ત્રાસ અપાતા વેપારીએ આપઘાત કરી લીધો. ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક શેર માર્કેટ અને હીરા દલાલી સાથે સંકળાયેલા વેપારીએ વ્યાજખોરના ત્રાસને કારણે આપઘાત કરી લીધો.
આ દુઃખદ ઘટના અતુલભાઈ લક્ષ્મીશંકર ભટ્ટ (65) નામક વેપારીની છે, જેઓ 2017માં જીવાભાઈ વાઘજી દેસાઈ પાસેથી 4 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. 3 વર્ષ સુધી, અતુલભાઈએ વ્યાજખોરને પૈસા પરત આપ્યા હતા, પરંતુ પછી પણ તેમને સતત ઉઘરાણીનો સામનો કરવો પડયો રહ્યો હતો. અતુલભાઈએ 3 લાખ રૂપિયાની મૂડી પરત કરી હતી, પરંતુ વ્યાજખોરે ખરાબ દહેશતથી મિન માત્ર વ્યાજ બાકી હોવાનું દાવો કર્યો અને ઉઘરાણી કરવાની ધમકી આપી હતી. આ સતત ત્રાસ અને ધમકીઓથી કંટાળી, વેપારીએ આ અંતિમ પગલું ભર્યું હતું.. એક દિવસ વ્યાજખોર જીવાભાઈએ પોતાના ઘરે પહોંચીને અતુલભાઈ સાથે ઝઘડો કર્યો અને એમણે ધમકી આપી હતી કે, “તું મારા પૈસા પરત ન આપી શકે, તો તું ઝેર પી મરી જા.” આ દુઃખદ ઘટનાની જાણ થતા અતુલભાઈની પત્નીએ પોલીસમાં વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે. ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસના કારણે લોકો આપઘાતના શિકાર બની રહ્યા છે, જે એક ગંભીર સમસ્યા બની રહી છે.